Sandeshkhali Case/ કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

હુગલીના આરામબાગમાં મોદીએ 7,200 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં રેલ્વે, બંદરો, તેલ પાઈપ લાઈન, એલપીજીની આપૂર્તિથી જોડાયેલી છે. જેનું લક્ષ્ય ક્ષેત્રમાં બુનિયાદી ઢાંચાને મજબૂત કરવાનું અને…..

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 01T185220.583 કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

@ નિકુંજ પટેલ

West Bengal News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાત માટે શુક્રવારે 1 માર્ચના રોજ બપોરે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. અહીં હુગલીના આરામબાગમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનરજી મને દુશ્મન નંબર એક સમજે છે. આજે બંગાળની જનતા મુખ્યમંત્રી દીદીને પૂછી રહી છે કે તેમના માટે કેટલાક લોકોના વોટ તમારા માટે સંદેશખાલીની પીડિત મહિલાઓથી પણ વધુ હશે. તમને શરમ આવવી જોઈએ.

તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું કે, અમારા નેતાઓએ લાકડીઓનો માર ખાધો છે અને મુશ્કેલી વેઠી છે. ત્યારે બંગાળ પોલીસને તમારી તાકાત સામે ઝુકીને આરોપી (શેખ શાહજહાં)ની ધરપકડ કરવી પડી. તે અંદાજે બે મહિના ફરાર રહ્યો. કોઈક તો હશે, જે તેને બચાવી રહ્યું હશે. શું આવી ટીએમસીને તમે માફ કરશો. અહીં મા-બહેનો સાથે જે થયું છે તેનો બદલો લઈશું. દરેક આઘાતનો જવાબ વોટથી આપવાનો છે.

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાં જીલ્લાના સંદેશખાલીમાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના નેતા શેખ શાહજહાં અને તેના સાગરીતો પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવવામાં આવ્યો છે. લોકોનો દાવો છે કે શાહજહાંએ જબરજસ્તીથી લોકોની જમીન પર કબજો પણ જમાવી રાખ્યો છે. તેને કારણે અહીં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. હાઈકોર્ટની ફટકારને પગલે પોલીસે 29 ફેબ્રુઆરીએ 55 દિવસ બાદ મુખ્ય આરોપી શેખ શાહજહાંની ધરપકડ કરી છે.

અહીંની મુખ્યમંત્રી ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે ધરણા પર બેસી જાય છે. અહીંની સરકાર ઈચ્છે છે કે કેન્દ્રની યોજનાઓમાં પણ તેમણે ઉઘાડી લૂંટ ચલાવવાનો મોકો મળ્યો હતો. મોદી તેમની મનમાની ચાલવા દેતા નથી. એટલા માટે તે મોદીને દુશ્મન નંબર એક ગણે છે. હું તમને પૂછું છું, શું હું ટીએમસીની લૂંટ ચાલવા દઉં ? ટીએમસી જે કરે છે, તે શું કરવા દઉં ? પૈસા તમારા છે કે નહીં ? તે શું બીજાઓને લૂંટવા દઉં ? જો હું આ બાબતે લડાઈ લડું છું તો સાચું કરૂ છું ?

પાંચ વર્ષમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. 21મી સદીનું ભારત ખૂબ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આપણે સૌએ મળીને 2047 સુધી વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશનો ગરીબ, ખેડૂત, મહિલા અને યુવાન અમારી પ્રાથમિકતા છે. અમે નિરંતર ગરીબ કલ્યાણ માટે પગલા લીધા છે, જેને દુનિયા જોઈ રહી છે.

અમારો પ્રયાસ છે કે પશ્ચિમ બંગાળમાં રેલ્વેનું આધુનિકીકરણ એ જ ગતિએ થાય જેવી રીતે દેશના બીજા ભાગોમાં થઈ રહ્યું છે. ભારતે દુનિયાને બતાવી દીધું કે પર્યાવરણની સાથે તાલમેલ બેસાડીને વિકાસ કેવી રીતે થઈ શકે છે. હલ્દિયાથી બરૌની સુધી 500 કિમી. થી વધુ લાંબી ક્રુડ ઓઈલની પાઈપ લાઈન તેનું ઉદાહરણ છે. પશ્ચિમ બંગાળને લોકોના સહયોગથી અમે વિકસિત ભારતનું સપનું પુરૂ કરીશું.

હુગલીના આરામબાગમાં મોદીએ 7,200 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં રેલ્વે, બંદરો, તેલ પાઈપ લાઈન, એલપીજીની આપૂર્તિથી જોડાયેલી છે. જેનું લક્ષ્ય ક્ષેત્રમાં બુનિયાદી ઢાંચાને મજબૂત કરવાનું અને કનેક્ટિવિટી વધારવાનું છે.

વડાપ્રધાન મોદી વિજળી, રેલ્વે અને સડક ક્ષેત્રોથી જોડાયેલી 15,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવા માટે પશ્ચિમ બંગાળના નાદીયા જીલ્લાના કૃષ્ણાનગરની મુલાકાત લેશે. પરિયોજનાઓનો ઉદ્દેશ રાજ્યમાં ઉર્ઝા ક્ષેત્રને મજબૂત કરવાનો અને પરિવહન બુનિયાદી ઢાંચામાં સુદારો કરવાનો છે.

વડાપ્રધાન મોદી 6 માર્ચના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાં જીલ્લાના સંદેશખાલી જઈ શકે છે. તેઓ અહીં  સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બનેલી મહિલાઓ સાથે વાત કરે તેવી શક્યતા છે. બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે ગુરૂવારે(22 ફેબ્રુઆરી) એ તેની માહિતી આપી હતી. મજુમદારે જણાવ્યું કે મોદી 6 માર્ચના રોજ ઉત્તર 24 પરગણાં જીલ્લાના બારાસાતમાં એક મહિલા રેલીને સંબોધિત કરશે. જો સંદેશખાલીની પિડીત મહિલાઓ વડાપ્રધાનને મળવાની ઇચ્છા જણાવશે, તો પાર્ટી તેની વ્યવસ્થા કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ