તમારા માટે/ શું તમને ખબર છે નેલ પોલીશને કાચની બોટલમાં જ કેમ રાખવામાં આવે છે?, જાણો હકીકત

નેલ પોલીશ મહિલાઓના વોર્ડરોબમાં જોવા મળતી સામાન્ય પ્રોડક્ટ છે. આજકાલ નેલ પોલીશના વિવિધ શેડ અને વિવિધ પ્રકારની સ્ટાઈલનો ક્રેઝ યુવતીઓ અને મહિલાઓમાં જોવા મળે છે. વોર્ડરોબમાં રાખવામાં આવતી કાચની બોટલમાં આવતી નેલ પોલિશ વધુ સાવચેતી પૂર્વક રાખવી પડે છે. નેલ પોલિશમાં સસ્તામાં સસ્તી 25 રૂપિયાથી લઈને બ્રાન્ડેડ 2500 રૂપિયા સુધીની નેલ પોલિશ બજારમાં ઉપલબ્ધ છે. […]

Trending Tips & Tricks Lifestyle
YouTube Thumbnail 2024 03 01T161541.122 શું તમને ખબર છે નેલ પોલીશને કાચની બોટલમાં જ કેમ રાખવામાં આવે છે?, જાણો હકીકત

નેલ પોલીશ મહિલાઓના વોર્ડરોબમાં જોવા મળતી સામાન્ય પ્રોડક્ટ છે. આજકાલ નેલ પોલીશના વિવિધ શેડ અને વિવિધ પ્રકારની સ્ટાઈલનો ક્રેઝ યુવતીઓ અને મહિલાઓમાં જોવા મળે છે. વોર્ડરોબમાં રાખવામાં આવતી કાચની બોટલમાં આવતી નેલ પોલિશ વધુ સાવચેતી પૂર્વક રાખવી પડે છે. નેલ પોલિશમાં સસ્તામાં સસ્તી 25 રૂપિયાથી લઈને બ્રાન્ડેડ 2500 રૂપિયા સુધીની નેલ પોલિશ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ નેલ પોલીશ ગમે તેટલી સસ્તી કે મોંઘી કેમ ન હોય આ તમામ પ્રકારની નેલ પોલીશ કે જેલ કાચની બોટલોમાં કેમ રાખવામાં આવે છે? કેમ નેલ પોલિશને કાચની જ બોટલમાં રાખવામાં આવે છે એવો વિચાર તમને ક્યારે આવ્યો છે? શા માટે પ્લાસ્ટિક, સ્ટીલ અને અન્ય ધાતુની બોટલોમાં નેઇલ પોલીશ સંગ્રહિત કરવામાં આવતી નથી? ચાલો જાણીએ કેમ નેલ પોલીશને કાચની બોટલમાં જ રાખવામાં આવે છે.

નેઇલ પોલીસ કાચની શીશીમાં જ કેમ રાખવામાં આવે છે ? જાણો કારણ - Gujarati News | Why is nail polish kept in a glass bottle Know reason - Why is nail polish

કાચની બોટલ શા માટે વાપરવી?
નેઇલ પોલીશ સામાન્ય રીતે કાચની બોટલોમાં સંગ્રહિત થાય છે. કારણ કે કાચ બિન-પ્રતિક્રિયાશીલ છે. કાચ બિન-પ્રતિક્રિયાશીલ છે તેથી તે નેઇલ પોલીશમાં હાજર રસાયણોના સંપર્કમાં આવતો નથી. આ નેલ પોલીશની ગુણવત્તા જાળવી રાખે છે. આ સિવાય કાચ મજબૂત હોય છે. જેના કારણે નેલ પોલીશ સુધી હવા અને ભેજ નથી પહોંચતા અને નેલ પોલીશ લાંબા સમય સુધી રહે છે. નેલ પોલીશ કાચની બોટલમાં હોવાથી નેલ પોલીશ ઝડપથી સુકાતી નથી અને ભેજને શોષતી નથી. આ ઉપરાંત નેલ પોલીશ કાચની બોટલમાં હોવાથી ગ્રાહકો સરળતાથી તેમની પસંદગી મુજબ નેલ પેઈન્ટનો રંગ ખરીદી શકે છે. કાચની બોટલમાં નેલ પોલીશ રાખવાનો હેતુ નેલ પેઈન્ટને બગડતા બચાવવાનો અને ગ્રાહકને તેમની પસંદગીનો રંગ પસંદ કરવાની સુવિધા આપવાનો છે.
વધુમાં, પ્લાસ્ટિક એ રસાયણો સાથે પ્રતિક્રિયા આપે છે જેમાંથી નેલ પોલીશ બને છે. જ્યારે નેલ પોલીશ અને પ્લાસ્ટિકની પ્રતિક્રિયા થાય છે ત્યારે પ્લાસ્ટિકની બોટલને નુકસાન થાય છે, જ્યારે નેલ પોલીશમાં હાજર રસાયણો કાચની બોટલ સાથે કોઈપણ રીતે પ્રતિક્રિયા આપતા નથી. તેથી નેઇલ પોલીશ સ્ટોર કરવા માટે કાચની બોટલ પસંદ કરવામાં આવી છે.

Nail Designs/Art • ShareChat Photos and Videos

મહિલાઓની પસંદ

બજારમાં સસ્તાથી લઈને મોંઘી સુધીની અનેક બ્રાન્ડની નેલ પોલીશ ઉપલબ્ધ છે. મહિલાઓ જેટલી લિપસ્ટિક અને કાજલ લગાવવી પસંદ કરે છે, તેટલી જ તેમને પગના અંગૂઠા અને આંગળીના નખ પર નેલપોલિશ લગાવવી પણ ગમે છે. નેલ પોલીશ બજારમાં અનેક રંગોમાં ઉપલબ્ધ છે. લોકો પોતાની પસંદગી મુજબ નેલ પોલીશ ખરીદે છે. તહેવાર અને ફંકશનમાં તૈયાર થવા નેઈલ આર્ટ કરાવાની ફેશન અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહી છે. પરંતુ નેલ પોલિશ હંમેશા સામાન્ય ગૃહિણીઓથી લઈને ફિલ્મસ્ટાર્સની હંમેશા પસંદગી રહી છે. નેઈલ રીમૂવરના ઉપયોગથી આજે યુવતીઓ કોલેજમાં દરરોજ જુદી-જુદી નેઈલ પોલીશ કરે છે તો ઓફિસ પર જતી મહિલાઓ પણ નેઈલ પોલિશની શોખીન હોય તો તેઓ લાઈટ શેડ લગાવવાનું જરૂર પસંદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ

આ પણ વાંચો: Kunal Ghosh/નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા કુણાલ ઘોષ પાર્ટી છોડી શકે છે, X પ્રોફાઇલ પર બદલાયો બાયો

આ પણ વાંચો: LPG Price hike/માર્ચ મહિનામાં મોંઘવારીનો માર, ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરમાં કર્યો ભાવ વધારો

આ પણ વાંચો: Delhi high court/દિલ્હી હાઈકોર્ટ “અમે દેશ અને રાજ્યોની સરહદો નક્કી નથી કરતા”, હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલાની કોર્ટે અરજી ફગાવી