Not Set/ ગીર સોમનાથ: બાળક ઉઠાવનાર ગેંગની આશંકાએ મહિલાને બનાવી બંધક

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મહિલાઓની ટોળકી સક્રિય હોવાનું ઉલ્લેખ કરાયો છે. જે નાના બાળકોનું અપહરણ કરે છે. પોલીસ દ્વારા આ ઓડિયોને ખોટી ગણાવવામાં આવી છે. તેમ છત્તા ઓડિયોની વિપરીત અસર ગુજરાતના અનેક જિલ્લાઓના જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં બાળકો ઉઠાવવાની અફવાઓ વધી રહી છે. જેના કારણે […]

Gujarat Trending
gandhinagar 1 ગીર સોમનાથ: બાળક ઉઠાવનાર ગેંગની આશંકાએ મહિલાને બનાવી બંધક

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મહિલાઓની ટોળકી સક્રિય હોવાનું ઉલ્લેખ કરાયો છે. જે નાના બાળકોનું અપહરણ કરે છે. પોલીસ દ્વારા આ ઓડિયોને ખોટી ગણાવવામાં આવી છે. તેમ છત્તા ઓડિયોની વિપરીત અસર ગુજરાતના અનેક જિલ્લાઓના જોવા મળી રહી છે.

સમગ્ર દેશમાં બાળકો ઉઠાવવાની અફવાઓ વધી રહી છે. જેના કારણે ધણા જગ્યાઓથી નિર્દોષ લોકો પણ સ્થાનિકો અને પોલીસના શિકાર થઈ રહ્યાં છે.

ત્યારે એવી જ એક ઘટના ગીર સોમનાથમાં વેરાવળના જાલેશ્વર વિસ્તારની ઘટના સામે આવી છે. બાળક ઉઠાવગીર ગેંગની આશંકાએ મહિલાને બંધક બનાવવામાં આવ્યું હતુ.

સ્થાનિકોએ મહિલાને એક કમરામાં બંધ કર્યા હતા. તેમજ સ્થાનિકોના કહેવા મુજબ ત્રણ મહિલાઓ આવી હતી જે બાળકોને ચોકલેટ આપવાની લાલચ આપી ઉઠાવી જવાનો પ્રયાસ કરી રહી હતી. સ્થાનીય એક છોકરો જોઈ જતા દેકારો કરતાં 2 મહિલા નાસી છૂટી હતી. આ તમામ ધટનાને ધ્યાનમાં  લઈ પોલીસે શંકાસ્પદ મહિલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.