Not Set/ હાર્દિકને મળ્યા બાદ જેડીયુનાં શરદ યાદવે સરકાર પર કર્યા અંધાધુન પ્રહારો

અમદાવાદ. આજ રોજ શરદ યાદવ ગુજરાતમાં હાર્દિકનાં આમરણ ઉપવાસને લઈને મુલાકાતે અમદાવાદ આવ્યા હતા. શરદ યાદવે હાર્દિક પટેલની મુલાકાત બાદ સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદમાં શરદ યાદવે કહ્યું હતું કે દેશ અત્યારે બહુ ગંભીર સમયમાંથી પસાર થી રહ્યો છે. દેશમાં અત્યારે મોંઘવારીનો માર ચાલી રહ્યો છે. પરંતુ ભાજપ સરકાર આ […]

Top Stories Gujarat
29 12 2017 sharad yadav હાર્દિકને મળ્યા બાદ જેડીયુનાં શરદ યાદવે સરકાર પર કર્યા અંધાધુન પ્રહારો

અમદાવાદ.

આજ રોજ શરદ યાદવ ગુજરાતમાં હાર્દિકનાં આમરણ ઉપવાસને લઈને મુલાકાતે અમદાવાદ આવ્યા હતા. શરદ યાદવે હાર્દિક પટેલની મુલાકાત બાદ સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

પત્રકાર પરિષદમાં શરદ યાદવે કહ્યું હતું કે દેશ અત્યારે બહુ ગંભીર સમયમાંથી પસાર થી રહ્યો છે. દેશમાં અત્યારે મોંઘવારીનો માર ચાલી રહ્યો છે. પરંતુ ભાજપ સરકાર આ બાબતે કોઈપણ પ્રકારના પગલાં લેવા માટે તૈયાર નથી. સદંતર ડોલર વધી રહ્યો છે તેથી પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે. જેના પ્રતિક્રિયા રૂપે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો સામનો કરવો પડે છે.

વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે ખેડૂતો અત્યારે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પરંતુ સરકાર આ બાબતે મૌન સાથે બેઠી છે. પાંચ વર્ષમાં ચાલીસ વાયદા પૂરા કરવાની સરકારે બાહેંધરી આપી હતી. પરંતુ અત્યાર સુધી એક પણ વાયદો પૂરો કરી શકી નથી અને અમિત શાહ એક પત્રકાર પરિષદમાં બોલ્યા હતા કે આ બધું ઇલેક્શન માટે એક મુદ્દો હતો.

તેમણે પેટ્રોલ કિંમત જેવા ગંભીર મુદ્દે ભાજપ સરકાર પર આકાર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાંથી 11 લાખ કરોડ રૂપિયા કમાવામાં આવ્યા હતા. પરંતુ ભાજપ સરકાર દ્વારા તેમને એક બિઝનેસ તરીકે ઉપયોગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ રીતે વધતા ભાવને લઇને લોકોમાં ભારે પરેશાની સામનો કરવો પડે છે ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફી બાબતે મૌન સાથે બેઠી છે અને ખેડૂતો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે