Gujarat Weather News: રાજ્યમાં ખેડૂતો પર માવઠાનું સંકટ ઊભું થયું છે. આગામી બે દિવસ 1 અને 2 માર્ચે માવઠાની આગાહી રહેવાની સંભાવના છે. તેજ પવન, ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
રાજ્યમાં ખેડૂતો પર ફરી એક વખત કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ સમગ્ર ગુજરાતમાં માવઠું પડી શકતા ખેડૂતો માટે સંકટ ઊભું થયું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની અસર વર્તાઈ શકે છે. આજે 8 જીલ્લામાં માવઠું પડવાની શક્યતા જોવાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી. જેથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આવતીકાલે 13 જીલ્લામાં માવઠું પડી શકે છે. પાટણ. બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદમાં કમોસમી વરસાદ કાલે પડી શકે છે.
ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ પડી શકે છે. તો કેટલાક જીલ્લાઓમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. જેથી ખેડૂતોને હાલાકી વેઠવી પડે તેમ છે.
આ પણ વાંચો:વડિયામાં લગ્નસરાની મોસમમાં ફટાકડાથી કચરાઓનો ઢગલો જોવા મળ્યો
આ પણ વાંચો:સેન્સેક્સ 72500ની સપાટીએ 195 વધીને બંધ રહ્યો
આ પણ વાંચો:રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી