ગુજરાત/ ભાવનગરમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ

ભાવનગરના તળાજા તાલુકામાં દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. રૂપિયા 60 લાખની ઉઘરાણી મામલે વ્યાજખોરથી કંટાળી ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat Others
આપઘાતનો

Bhavnagar News: ભાવનગરના તળાજા તાલુકામાં દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. રૂપિયા 60 લાખની ઉઘરાણી મામલે વ્યાજખોરથી કંટાળી ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

તળાજા તાલુકાના તળાવ વિસ્તાર ખાતે બરફના કારખાના સામે લુહારી કામ કરતા અને રામપરા રોડ પર આવેલા શિવ રંજની પાર્ક ખાતે રહેતા દંપતીએ ઘરે એકલા હોઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર લઈ રહેલા દંપતિએ આરોપ લગાવ્યો છે કે તળાજાના બે યુવાનો અને તેમના પિતાએ રૂપિયા 60 લાખ આપવાની ખોટી ધમકી આપી છે અને તેમના નામે મકાન લખાવી લીધું છે.

તળાજા પંથકમાં બનાવ બનતા ચકચાર મચી ગયો છે. મળતી વિગતો મુજબ લુહાર પરિવારના દિલીપ બાબુભાઈ હરસોરા (ઉ.વ ૪૭) તથા તેમના પત્ની વર્ષાબેન (ઉ.વ ૪૨) બંનેએ પોતાના ઘરે એકલા હતા ત્યારે ઝેરી (દવા) પ્રવાહી પી જતા તેઓને નજીકની સદવિચાર હોસ્પિટલ ખાતે સારવાર હેતુ લાવવામાં આવ્યા હતા. જેને લઈ સમાજના અગ્રણીઓ સહિતના દોડી આવ્યા હતા. દિલીપભાઈના ખિસ્સામાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.

જેમાં તેઓએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, પોતાનો મોટો દીકરો કાર્તિક જેમણે કમ્પ્યુટરનો અભ્યાસ કરેલ છે. તે અહીં સી.એ.નું કામ કરતા કલ્પેશ પંડ્યાને ત્યાં નોકરી કરતા હતા. એ સમય દરમિયાન કાર્તિકને શેરબજારનો વ્યવસાય શરૂ કરવો છે. તે માટે આઈડી પ્રુફ માગ્યા હતા. જેમાં નફા અને નુકસાનીમાં કોઈ ભાગ નહીં તેવું કહ્યું હતું. બાદમાં શેરબજારમાં નુકસાન થયું છે તેમ કહી રૂપિયા 60 લાખ નુકસાનીના છે તેવું જણાવ્યું હતું. બાદમાં બાપ – દીકરાને મારી નાખવાની ધાક ધમકી આપવા લાગ્યા હતા.

બાદમાં દંપતીએ તેમના સંબંધી પાસેથી ત્રીસ લાખ રૂપિયા આપી દીધા હતા. જોકે એ રૂપિયા ચેક મારફતે કલ્પેશ પંડ્યાને આપ્યા હતા. તેમ છતાં તેમનું ઘર વર્ષાબેનને ધમકાવી દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. આખરે ત્રાસથી કંટાળી તેમજ માનસિક અને આર્થિક રીતે હેરાનગત દંપતિએ અંતિમ પગલું ભર્યાનું જણાવ્યું હતુ.

ભોગ બનનારે કલ્પેશ પંડયા, તેના ભાઈ અને પિતા વિરુદ્ધ આરોપ લગાવ્યા છે. આ બનાવને લઈ સમાજના લોકો એકઠા થયા હતા. તો સામા પક્ષે કલ્પેશ પંડ્યાએ જણાવ્યું હતું કે પોતાના અને પરિવાર પર લગાવવામાં આવતા આરોપો ખોટા છે. ઉછીના 60 લાખ જેટલા રૂપિયા આપ્યા હતા. હવે એ પરત કરવા નથી એટલે કાયદાનો ખોટો દૂરૂપયોગ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Vibrant-Blue Economy/વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ગુજરાત દેશમાં બ્લુ ઇકોનોમીનું બનશે પ્રણેતા

આ પણ વાંચો:PM Modi/‘આ વ્યક્તિ અદ્ભુત છે તેની ઉર્જા, વિઝન અમને પ્રેરણા આપે છે’ ડીપી વર્લ્ડના CEO સુલતાન અહેમદ PM મોદીથી થયા પ્રભાવિત

આ પણ વાંચો:DGCA/ભારતમાં વધુ બે નવી ફ્લાઇટ ટ્રેનિંગ સંસ્થાઓ બનશે, DGCAએ આપી મંજૂરી, જાણો કુલ કેટલા છે?