PM Modi/ ‘આ વ્યક્તિ અદ્ભુત છે તેની ઉર્જા, વિઝન અમને પ્રેરણા આપે છે’ ડીપી વર્લ્ડના CEO સુલતાન અહેમદ PM મોદીથી થયા પ્રભાવિત

ડીપી વર્લ્ડના CEO સુલતાન અહેમદ PM મોદીથી પ્રભાવિત થતા કહ્યું કે આ વ્યક્તિ અદ્ભુત છે. આગામી 3 વર્ષમાં વધુ રોકાણ કરવાનું વચન આપ્યું.

Top Stories Gujarat
Mantay 35 ‘આ વ્યક્તિ અદ્ભુત છે તેની ઉર્જા, વિઝન અમને પ્રેરણા આપે છે’ ડીપી વર્લ્ડના CEO સુલતાન અહેમદ PM મોદીથી થયા પ્રભાવિત

વાઈબ્રન્ટ સમિટને લઈને વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. બે દિવસીય પ્રવાસમાં મેગા રોડ શો સહિત વાઈબ્રન્ટ ગુજરાત અને ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. દરમ્યાન ઉદ્યોગપતિ અને માઈક્રોન ટેકનોલોજીના સીઈઓ, તેમજ ટીમોર લેસ્ટેના, ગ્લોબલ કંપનીના સીઈઓ, મોઝાંબિકના રાષ્ટ્રપતિ અને અધિકારીઓ સાથે બેઠકોનો દોર રહ્યો. દરમ્યાન આજે પીએમ મોદીએ ડીપી વર્લ્ડના CEO સુલતાન અહેમદ સાથે મુલાકાત કરી. સુલતાન અહેમદ પીએમ મોદીથી પ્રભાવિત થતા કહ્યું કે ‘આ વ્યક્તિ અદ્ભુત છે’.

Capture 3 1 ‘આ વ્યક્તિ અદ્ભુત છે તેની ઉર્જા, વિઝન અમને પ્રેરણા આપે છે’ ડીપી વર્લ્ડના CEO સુલતાન અહેમદ PM મોદીથી થયા પ્રભાવિત

પીએમ મોદીથી થયા પ્રભાવિત

ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમ અને પીએમ મોદી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. આ એક શાનદાર મીટિંગ હોવાનું સુલતાન અહેમદે જણાવ્યું. સાથે પીએમ મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત થતા કહ્યું કે ‘આ વ્યક્તિ અદ્ભુત છે તેની ઉર્જા, વિઝન અમને પ્રેરણા આપે છે’. પીએ મોદી સાથેની મીટીંગ લઈને માહિતી આપી કે આગામી સમયમાં અમે ભારતમાં અમારા રોકાણનો વિસ્તાર કરીશું. તેમજ સંબંધો મજબૂત બનાવવા ઔદ્યોગિક જમીન સંપાદન કરીને, અમે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનમાં રોકાણ કરીશું.”

https://twitter.com/ANI/status/1744646962002219115

ભારતમાં કરશે વધુ રોકાણ

ભારતમાં રોકાણને લઈને સુલતાન અહેમદ બિન સુલેમને કહ્યું કે  “અમે ભારત માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ. અમે હાલમાં લગભગ 2.5 બિલિયન ડૉલરનું ભારતમાં રોકાણ કર્યું છે. જો કે અમે આ પ્રોજેક્ટ્સમાં આગામી 3 વર્ષમાં વધુ રોકાણ કરવાની ઇચ્છા રાખીએ છીએ. ભારતમાં અમારો લાંબો ઇતિહાસ છે. અમે ભારતમાં હવે 20 વર્ષ નજીક છે. તેથી, અમારી કામગીરી અને બજાર વિશેની જાણકારી અમને હિંમત અને આત્મવિશ્વાસ આપે છે અને PM મોદીની નીતિઓ… અમને પ્રેરણા આપે છે અને અમને ભારતમાં હજી વધુ કામ કરવાની મંજૂરી આપે છે.”

મંદિર નિર્માણ બાદ વધશે ભાઈચારો

વધુમાં તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને કહ્યું કે “ભારત અને UAE અદ્ભુત સંબંધનો આનંદ માણી રહ્યા છે. CEPA કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, આજે ઘણા પ્રોજેક્ટ્સ ભારતમાં જઈ રહ્યા છે. PM મોદી અને UAE વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. ભારતની મિત્રતા વધુ ગાઢ બનાવવા તેમણે સ્વીકાર કર્યો કે તેઓ ફેબ્રુઆરીમાં મંદિર ખોલવા જઈ રહ્યા છે. જેના બાદ ખરેખર બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. આ મંદિર નિર્માણ બાદ બંને દેશો વચ્ચે ભાઈચારાનાી ભાવના વધશે. આ મંદિર સુદઢ  સંબંધોની નિશાની રહેશે. મંદિર નિર્માણકાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે.”


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ