Vibrant-Blue Economy/ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ગુજરાત દેશમાં બ્લુ ઇકોનોમીનું બનશે પ્રણેતા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના અંતર્ગત ગુજરાતે દેશના બ્લ્યૂ ઇકોનોમીના આગેવાન બનવાની ધુરા સંભાળી લીધી છે. આ સાથે દેશમાં દરિયાકિનારાને સાંકળતા વિકાસ બ્લ્યૂ ઇકોનોમીમાં પણ ગુજરાત આગેવાન થશે. તેમા પોર્ટ આધારિત વિકાસ કરવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 09T155528.404 વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ગુજરાત દેશમાં બ્લુ ઇકોનોમીનું બનશે પ્રણેતા

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના અંતર્ગત ગુજરાતે દેશના બ્લ્યૂ ઇકોનોમીના આગેવાન બનવાની ધુરા સંભાળી લીધી છે. આ સાથે દેશમાં દરિયાકિનારાને સાંકળતા વિકાસ બ્લ્યૂ ઇકોનોમીમાં પણ ગુજરાત આગેવાન થશે. તેમા પોર્ટ આધારિત વિકાસ કરવામાં આવશે.

આ પહેલના ભાગરૂપે જ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે વિવિધ પોર્ટ કંપનીઓ સાથે વાઇબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત બેઠક યોજી હતી.  સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અતંર્ગત નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના સીઈઓ શ્રી કીથ સ્વેન્ડસેન સાથે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારત સહિત વિશ્વની ‘બ્લુ ઇકોનોમી’માં યોગદાન આપવામાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે.

સીઈઓ કીથ સ્વેન્ડસેને મીટિંગ દરમિયાન પીપાવાવ પોર્ટ ખાતે કંપનીની કામગીરીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી હતી.  તેમણે APM ટર્મિનલ્સે 1998માં ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ તરીકે ભારતના પ્રથમ ખાનગી બંદરની નોંધણી કરીને ગુજરાતમાં પ્રથમ સ્થાપના કરી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતાં.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ