maldives/ માલદીવમાં રાષ્ટ્ટપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની માંગણી, પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણીના પડઘા

માલદીવમાં રાષ્ટ્ટપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની માંગણી કરવામાં આવી છે. માલદીવ સરકારના ત્રણ નાયબ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરતા આ ઉહાપોહ જોવા મળ્યો.

Top Stories World
Mantay 32 માલદીવમાં રાષ્ટ્ટપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની માંગણી, પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણીના પડઘા

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની સરકાર સંકટમાં મુકાઈ ગઈ છે. પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણીના પડઘા ભારત ઉપરાંત માલદિવમાં પણ જોવા મળ્યા. માલદીવ સરકાર વિરુદ્ધ હવે વિપક્ષે પણ મોરચો માંડ્યો છે. વિપક્ષ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી.  કહેવામાં આવી રહ્યું છે, ભારત સરકારે માલદીવના હાઈ કમિશનરને બોલાવીને મુઇઝ્ઝુને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું છે.

માલદીવ સરકારના ત્રણ નાયબ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના બાદ દેશમાં સામાન્ય માણસથી લઈને ક્રિકેટર, ઉદ્યોગપતિ અને કલાકારોએ પણ માલદિવ વિરુદ્ધ નારાજગી દર્શાવી છે. જ્યારે આ મામલે માલદીવ સરકારને પણ પોતાના જ દેશમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. મોહમ્મદ મુઇઝ્ઝુની નીતિ-રીતીના કારણે માલદીવને આર્થિક ફટકો પડશે તેમ વિપક્ષ સહિત અન્ય નિષ્ણાતોનું માનવું છે. વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવનો લાવતા મોહમ્મદ મુઇઝ્ઝુ સરકારને હટાવવાની તૈયારીઓ કરી છે. આ મામલે એવું પણ કહેવાઈ રહ્યું છે કે મોહમ્મદ મુઇઝ્ઝુએ ચીનને ખુશ કરવા પીએમમોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હોઈ શકે.

માલદીવના લઘુમતી નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ શાસન માટે અયોગ્ય હોવાનું જણાવતા તેમના  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મુઇઝ્ઝુને હટાવવાની અપીલ કરી છે. તેમણે લખ્યું, અમે ડેમોક્રેટ્સ દેશની વિદેશ નીતિની સ્થિરતા જાળવવા અને કોઈપણ પડોશી દેશને અલગ થવાથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. શું તમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુને સત્તા પરથી હટાવવા માગો છો? શું MDP અવિશ્વાસ પ્રસ્તાવમાં મતદાન કરવા તૈયાર છે?

આ પહેલા માલદીવના પૂર્વ ડેપ્યુટી સ્પીકર ઈવા અબ્દુલ્લાએ પણ પીએમ મોદી વિરુદ્ધના નિવેદનોને શરમજનક ગણાવ્યા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારતીયોનું ગુસ્સે થવું યોગ્ય છે. કરવામાં આવેલી ટિપ્પણીઓ અત્યંત અપમાનજનક હતી. જો કે, તેમણે આ ટિપ્પણીઓને લઈને સ્પષ્ટતા કરી હતી કે આ નિવેદનો કોઈ પણ રીતે માલદીવની જનતાના અભિપ્રાયને પ્રતિબિંબિત કરતા નથી. શરમજનક નિવેદનો માટે હું અંગત રીતે ભારતના લોકોની માફી માંગુ છું.

માલદીવના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબે સોમવારે ભારતીય વડા પ્રધાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓને ‘અસ્વીકાર્ય’ ગણાવી હતી અને કહ્યું હતું કે માલદીવની સરકારે માફી માંગવી જોઈતી હતી. તેમણે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ભારતીય નેતા સાથે વાત કરીને રાજદ્વારી સંકટનો ઉકેલ લાવવો જોઈતો હતો. જો કે, રવિવારે જ માલદીવે કાર્યવાહી કરીને ત્રણ નાયબ મંત્રીઓને સસ્પેન્ડ કરતા આ તેમના અંગત વિચારો હોવાનું સરકારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ ભારતીયોને મુસાફરી માટે અપીલ કરી હતી. જેના બાદ માલદિવના મંત્રીઓએ પીએ મોદી વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરતા ટ્રાવેલ કંપનીઓએ ફલાઈટ અને બુકિંગ રદ કર્યા હતા. આ સમગ્ર મામલે હવે દેશભરમાં માલદિવ વિરુદ્ધ રોષ ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા