લાંચકાંડ/ ACBનો સપાટો : સુરત રેન્જ IGP કચેરીનો ASI પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો

ગુજરાત ACBએ ફરી એક વખત સપાટો બોલાવી દીધે છે અને ફરી એક વખત ભ્રષ્ટ અઘિકારીને દબોચી લેતા સોંપો પડી ગયો છે. ACB દ્વારા સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇને રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં ઝડપી પાડવામાં આવ્યો છે.

Gujarat Surat Trending
અબડાસા 17 ACBનો સપાટો : સુરત રેન્જ IGP કચેરીનો ASI પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો

ગુજરાત ACBએ ફરી એક વખત સપાટો બોલાવી દીધે છે અને ફરી એક વખત ભ્રષ્ટ અઘિકારીને દબોચી લેતા સોંપો પડી ગયો છે. ACB દ્વારા સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇને રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં ઝડપી પાડવામાં આવ્યો છે.

WhatsApp Image 2021 02 04 at 9.42.21 PM ACBનો સપાટો : સુરત રેન્જ IGP કચેરીનો ASI પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો

પ્રાથમિક રીતે પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનાં એ.એસ.આઇનાં રૂપિયા પાંચ લાખના લાંચ કાંડમાં એક વચેટિયો પણ એસીબીના સકંજામાં આવી ગયો છે. જો કે, આ લાંચ કાંડમાં એક પીએસઆઇ ને પણ છાંટા ઉડશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

ઉલ્લેકનીય છે કે લાંચ કાંડમાં ફસાયેલા એએસઆઈ મહાદેવ કિશન કે જે પૂર્વ આરઆર સેલ અધિકારી અને હાલમાં આઈજીપી સુરત રેન્જ હેઠળ આરઓજી રેંજ ઓપરેશન ગ્રૂપમાં કાર્યરત છે. તેના ઘરે એટલે કે પ્લોટ નંબર: 82,83 કર્મયોગી સોસાયટી પિયુષ સર્કલ, પાંડેસરા, સુરત પર પોલીસ દ્વારા પેરા લગાવી દેવામાં આવ્યો છે.

WhatsApp Image 2021 02 04 at 9.42.22 PM ACBનો સપાટો : સુરત રેન્જ IGP કચેરીનો ASI પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયો

અમદાવાદ રેન્જના લાંચ કાંડ બાદ સુરત રેન્જનો પોલીસમેન લાખોની લાંચમાં ઝડપાતા ચકચાર મચી જવા પામ્યો છે અને પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…