Abdasa/ મુસ્લિમ જમાઈ ચાલશે પરંતુ ઉમેદવાર તો નહિ જ ચાલે : શંકરસિંહ બાપુનો  ભાજપ પર કટાક્ષ  

ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી પરંતુ ઉમેદવાર બનાવવામાં આવે છે.’

Gujarat Others
sharad punam 3 મુસ્લિમ જમાઈ ચાલશે પરંતુ ઉમેદવાર તો નહિ જ ચાલે : શંકરસિંહ બાપુનો  ભાજપ પર કટાક્ષ  

@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ – કચ્છ

અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીને લઈને કચ્છમાં રાજકીય દોડધામ મચી ગઇ છે એ વચ્ચે આજે નલિયા ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારના સમર્થનમાં સભા યોજી હતી આ સભામાં જબરજસ્ત જનસંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની હાજરીમાં  હનીફ બાવા પડેયારના સમર્થનમાં લોકો ને આગળ આવવા માટે બાપુએ હાકલ કરી હતી.

gujarat / દિપોત્સવી – 2076નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન…

અબડાસા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા 45 ટકા છે. જેથી આ બેઠક પર ત્રી-પાંખીયો ચૂંટણી જંગ ખેલાયો છે. આ  ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારનું પલડું ભારી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કચ્છની મુલાકાતે આવ્યા છે ગઈકાલે ભુજ આવ્યા બાદ શંકરસિંહે લખપત તાલુકાના ગામડાઓમાં અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડેયારનો પ્રચાર કર્યો હતો આજે નલિયા ખાતે જાહેર સભા સંબોધી હતી.  કોવિડની પરિસ્થિતિ જોતા સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું હતું.

Coronavirus / brekingnews : અનલોક 5 માટે જાહેર માર્ગદર્શિકા આ તારીખ સુધી

તો અપક્ષ ઉમેદવાર હનીફ પડયારે પોતાને ગામેગામથી જનસમર્થન મળતું હોવાનું જણાવી તેઓ રાજ કરવા માટે નહીં પણ પ્રજાની સેવા માટે ચૂંટણીમાં ઉભા છે મતદારો તેમને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી, બે વર્ષના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન તેઓ અબડાસા વિસ્તારમાં ખૂટતી કડીઓ પુરી કરવા માટે પ્રયત્નશીલ બનશે તેવું જણાવ્યું હતું.

India / ભૂતપૂર્વ CBI ડિરેક્ટર આર કે રાઘવનનો મોટો આક્ષેપ – ગુજર…

વધુમાં તેમને ભાજપ પર કટાક્ષ  સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ‘ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી પરંતુ ઉમેદવાર બનાવવામાં આવે છે.’ શંકરસિંહે જણાવ્યું કે,લોકોએ કોંગ્રેસ ઉમેદવારને ચૂંટયા પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા,ત્યારે તેમની ખાતરી શુ હાલમાં જે કોંગ્રેસ ઉમેદવાર છે તે ભવિષયમાં ભાજપમાં ભળી જાય તો,જેથી હવે ત્રીજો વિકલ્પ જરૂરી છે માટે હનીફભાઈને બેટના નિશાન પર ચૂંટી કાઢી ગાંધીનગર ધારાસભ્ય બનાવીને મોકલી આપવા આહ્વાન કર્યું હતું.

World / ફ્રાંસ અને તુર્કીની લડાઇમાં ઘૂસ્યું પાકિસ્તાન,  સંસદમાં લીધા…