Sugarcane drink/ વડોદરા સામૂહિક આપઘાત કેસ, કુટુંબના મોભીએ પત્ની,પિતા, પુત્રને ઝેર આપી પોતે પણ પીધું

વડોદરામાં શેરડીનો રસ પીધા પછી આખા કુટુંબની તબિયત લથડી છે. શેરડીનો રસ પીનારા કુટુંબમાં બેના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. વડોદરાના રહેવી ચેતન સોનીએ શેરડીનો રસ લાવીને પોતે અને પોતાના કુટુંબને પીવડાવ્યો હતો.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 3 2 વડોદરા સામૂહિક આપઘાત કેસ, કુટુંબના મોભીએ પત્ની,પિતા, પુત્રને ઝેર આપી પોતે પણ પીધું

વડોદરાઃ  વડોદરામાં કુટુંબના મોભીએ પોતે જ પત્ની, પિતા અને પુત્રને શેરડીના રસમાં ઝેર આપીને પોતે પણ શેરડીના રસમાં ઝેર પી લીધુ હતુ. તેમા પત્ની અને પિતાના મોત થઈ ગયા છે અને પુત્ર હોસ્પિટલમાં છે. તેમણે પોતે પણ ઝેર પી લીધું છે. આ અંગે સમગ્ર ઘટનાક્રમ એવો છે કે વડોદરાની તરસાલી સોસાયટીમાં રહેતા ચેતનભાઈ સોની ગઇકાલે રાત્રે પુત્ર આકાશને સારવાર માટે લઈ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શેરડીનો રસ પીધાના ત્રણ કલાક બાદ પુત્ર આકાશને ઉલ્ટીઓ ચાલુ થઈ છે. તેથી સારવાર માટે લાવ્યો છું. મારી પત્ની બિંદુએ રસમાં પોટેશિયન સાઇનાઇડ ભેળવી દીધો લાગે છે.

હોસ્પિટલના સત્તાવાળાઓએ તરત જ આ અંગે મકરપુરા પોલીસને જાણ કરતા તેણે તપાસ આદરી હતી. તેમા ખબર પડી હતી કે ચેતન સોનીની પત્ની અને પિતાના પણ આ જ રીતે મોત થયા હતા, પરંતુ તેણે તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. પોલીસને શંકા જતા ચેતનભાઈને રાત્રે પોલીસ સ્ટેશને લઈ આવી હતી અને પૂછપરછ કરી હતી અને બીજા દિવસે તેમના ઘરે લઈ ગઈ હતી. પોલીસને ચેતનભાઈના બોલવા પરતી જ શંકા ગઈ હતી કે તેમણે કુટુંબીજનોને ઝેર પીવડાવી દીધું હોઈ શકે. તેથી પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ચેતનભાઈએ બીજા રૂમમાં જઈ પોતે પણ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. તેના પગલે તેમને પણ ઉલ્ટી થતાં પોલીસે તેમને હોસ્પિટલમાં  દાખલ કર્યા છે.

પોલીસને હવે કોઈ શંકા નથી કે આ બધુ ચેતનભાઈએ જ કર્યુ હશે, પરંતુ તેમણે તે શા માટે કર્યુ તે પોલીસ જાણવા માંગે છે. તેથી હવે ચેતનભાઈની સ્થિતિ સારી થતાં પોલીસને બધી વિગત મળશે.

આશ્ચર્યની વાત તો એ છે કે ચેતનભાઈ પોતે જ શેરડીનું કાલુ ચલાવે છે. તેઓ પોતે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેથી હાલમાં તો પોલીસ પણ અવઢવમાં છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નંદનવન સોસાયટી પાસે શેરડીના રસનું કાલુ ચલાવતા 52 વર્ષના ચેતન સોની એસએસજીમાં સારવાર માટે દાખલ થયો છે. તેને ઝેરની અસરની ખબર પડતા જ પોલીસ તપાસ માટે પહોંચી હતી. જ્યારે 24 વર્ષનો પુત્ર આકાશ આઇસીયુમાં છે. વડોદરાના મકરપુરાના પીઆઈ પરમારે જણાવ્યું હતું કે તેમને આખી ઘટના શંકાજનક લાગી છે. હાલમાં તો શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડની ગોળી ભેળવાઈ હોવાની અને તેના પછી તે રસ પીતા ઝેરની અસર થઈ હોવાની માહિતી મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઊંચા ભાવ છતાં પણ એપ્રિલમાં સોનાની આયાતમાં જંગી વધારો

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. લીઝધારકોને મિલકત વેચવામાં નિષ્ફળ

આ પણ વાંચો: નિલેશ કુંભાણી આજે ભાજપમાં જોડાય તેવી સંભાવના, પાટિલનું કમલમમાં આગમન

આ પણ વાંચો: રાજ્યના ત્રણ શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર, 6 શહેરનું 40 ડિગ્રીને પાર