અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં સમગ્ર વિશ્વમાં શિરમોર નેતા બની ઉભર્યા છે ત્યારે બીજી બાજુએ તેમના જ વતન ગુજરાતમાં દરિયાકાંઠે ક્રિકેટનું મેદાન બનાવવા મેન્ગ્રોવના ઝાડ મોટી સંખ્યામાં કાપી નાખવામાં આવ્યા છે. બીજા કોઈએ તો તેની ફરિયાદ ન કરી, પણ ગુજરાત હાઇકોર્ટના હાથ પર આ મામલો આવતા તે લાલઘૂમ થઈ ગઈ છે અને તેણે આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને અમરેલીની જિલ્લા ઓથોરિટીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમાં ક્રિકેટ મેદાન બનાવવા મોટી સંખ્યામાં મેન્ગ્રોવના ઝાડ કાપી નાખવામાં આવ્યા હોવાની જાહેર હિતની અરજી જાફરાબાદ જિલ્લાના હરેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2023માં કેટલાક લોકોએ જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં મેન્ગ્રોવના ઝાડ કાપી જગ્યાને સમતળ બનાવી ત્યાં ક્રિકેટ પીચી બનાવી દીધી છે. હવે આ વિસ્તાર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) હેઠળ આવતો હોવાથી પર્યાવરણના કાયદા હેઠળ તેને આ પગલું લેવાની મંજૂરી નથી.
અરજદારના વકીલે આ અંગેની ફરિયાદ મામલતદાર સમક્ષ રજૂ કરી હતી. તેઓ આ ફરિયાદ લઈ જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યા હતા, પરંતુ તેઓએ કોઈ પગલાં ન લેતા તેમણે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવવાની જરૂર પડી હતી. ગુજરાતે તરત જ આ મામલે સુધ લેતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની બેન્ચે જીપીસીબી અને જિલ્લા ઓથોરિટી પાસે આ મામલે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો: ઊંચા ભાવ છતાં પણ એપ્રિલમાં સોનાની આયાતમાં જંગી વધારો
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. લીઝધારકોને મિલકત વેચવામાં નિષ્ફળ
આ પણ વાંચો: નિલેશ કુંભાણી આજે ભાજપમાં જોડાય તેવી સંભાવના, પાટિલનું કમલમમાં આગમન
આ પણ વાંચો: રાજ્યના ત્રણ શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર, 6 શહેરનું 40 ડિગ્રીને પાર