Gujarat-Heatwave/ રાજ્યના ત્રણ શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર, 6 શહેરનું 40 ડિગ્રીને પાર

રાજ્યમાં મે બેસવાની સાથે જ કાળઝાળ ગરમીએ માઝા મૂકવા માંડી છે. આકાશમાંથી જાણે અગનગોળા ફેંકવામાં આવતા હોય તેવી સ્થિતિ છે. રાજ્યના ત્રણ શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયું છે તો છ શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to રાજ્યના ત્રણ શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર, 6 શહેરનું 40 ડિગ્રીને પાર

ગાંધીનગરઃ રાજ્યમાં મે બેસવાની સાથે જ કાળઝાળ ગરમીએ માઝા મૂકવા માંડી છે. આકાશમાંથી જાણે અગનગોળા ફેંકવામાં આવતા હોય તેવી સ્થિતિ છે. રાજ્યના ત્રણ શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયું છે તો છ શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે. આ બતાવે છે કે રાજ્યમાં ગરમીનો પારો દિનપ્રતિદિન ઊંચે જઈ રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ હવેથી દિનપ્રતિદિન વધતો જ જવાનો છે. તેમા પણ આ મહિને આકરી ગરમી પડવાની છે. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગર જેવા શહેરોમાં તો હીટવેવની આગાહી છે. તેની સાથે કેટલાય નાના ટાઉન્સમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ચૂંટણીના મતદાનના દિવસે અમદાવાદમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ દિવસે ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવી જઈ શકે છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્ર 42.3 ડિગ્રી તાપમાનમાં શેકાઈ રહ્યુ છે. સુરેન્દ્રનગર અને રાજકોટ અમરેલીમાં તાપમાનનો પારો 42 ડિગ્રે પહોંચ્યો છે. ભુજમાં 40.6 ડિગ્રી અને કેશોદમાં પણ તેટલું જ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

આ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરા અને ડીસામાં તાપમાનનો પારે 40.8 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભ વિદ્યાનગર અને સુરતનું પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ