Not Set/ ગોધરા/શું ગુજરાતમાં પણ આતંક મચાવશે કોરોના..? કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો

વિદ્યાર્થીને તાવના લક્ષણો દેખાતા સામે આવ્યો શંકાસ્પદ કેસ તપાસ અને ઓબ્ઝર્વ્શેશન અર્થે વડોદરા ખસેડાયો અમદાવાદ એરપોર્ટ પર નતુ થયું વિદ્યાર્થીની મેડિકલ ચેકિંગ બે દિવસ પહેલા જ વિદ્યાર્થી ચીનથી થયો હતો પરત અમદાવાદ એરપોર્ટ ઉપર નહોતું કરવામાં આવ્યું મેડિકલ ચેકઅપ MBBSના ત્રીજા વર્ષનો અભ્યાસ છોડી વિદ્યાર્થી થયો પરત ગોધરાનો વિદ્યાર્થી સ્વ ખર્ચે ભારત પરત ફર્યો એરપોર્ટ […]

Gujarat Others
મૃતક 2 ગોધરા/શું ગુજરાતમાં પણ આતંક મચાવશે કોરોના..? કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો
  • વિદ્યાર્થીને તાવના લક્ષણો દેખાતા સામે આવ્યો શંકાસ્પદ કેસ
  • તપાસ અને ઓબ્ઝર્વ્શેશન અર્થે વડોદરા ખસેડાયો
  • અમદાવાદ એરપોર્ટ પર નતુ થયું વિદ્યાર્થીની મેડિકલ ચેકિંગ
  • બે દિવસ પહેલા જ વિદ્યાર્થી ચીનથી થયો હતો પરત
  • અમદાવાદ એરપોર્ટ ઉપર નહોતું કરવામાં આવ્યું મેડિકલ ચેકઅપ
  • MBBSના ત્રીજા વર્ષનો અભ્યાસ છોડી વિદ્યાર્થી થયો પરત
  • ગોધરાનો વિદ્યાર્થી સ્વ ખર્ચે ભારત પરત ફર્યો
  • એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ ન કરાતુ હોવાનો વિદ્યાર્થીનો આરોપ

ગુજરાતમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ સામે આવતા ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ગોધરાના વિદ્યાર્થીને તાવના લક્ષણો દેખાતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થી હજુ બે દિવસ અગાઉ જ ચીન થી  પરત આવ્યો છે. અને અમદાવાદ એરપોર્ટ પર તેનું કોઈજ જાતનું મેડીકલ ચેકપ કરવામાં આવ્યું નથી.

ગોધરાનો આ વિદ્યાર્થી MBBS ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના ભયને કારણે સ્વખર્ચે  વતન પાછો આવ્યો છે. જેમાં તાવ અને અન્ય લક્ષણો દેખાતા તેને વડોદરા હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,  કોરોના વાયરસે હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીનમાંથી વિદ્યાર્થીઓ સહિત ત્યાં વસતા ગુજરાતીઓ ભારત પરત ફરી રહ્યા છે ત્યારે તે લોકો ચીનથી વાયરસનો ચેપ લઈને આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

ગુજરાતમાં કોરોનો વાયરસે દસ્તક દેતા તંત્ર હરકતમાં આવી ગયું છે.  કોરોના વાયરસના શંકાસ્પદ કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે.  વડોદરાની SSG હોસ્પિટલમાં આ કોરોના વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેને લઇ રાજ્યનું વહીલટી તંત્ર દોડતું થઇ ગયું છે. ચીન થઇ શરૂ થયેલો કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.