Not Set/ IND vs NZ 4th T20/ સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનો જીતનો સીલસીલો યથાવત

જાણીને નવાઇ લાગશે પણ એકવાર ફરી સીરીઝની ચોથી મેચ સુપર ઓવરમાં પહોચી ગઇ હતી. રમતમાં રોમાંચની સીમા પાર કરતી આ મેચને દર્શકોએ ખૂબ મજા સાથે માણી હતી. ટીમ ઈન્ડિયાએ અહી પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે સુધી પહોચવામાં ન્યૂઝીલેન્ડ એકવાર ફરી અસફળ રહી છે, જો કે તેનો અર્થ એ નથી કે […]

Top Stories Sports
Team IND vs NZ 4th T20/ સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનો જીતનો સીલસીલો યથાવત

જાણીને નવાઇ લાગશે પણ એકવાર ફરી સીરીઝની ચોથી મેચ સુપર ઓવરમાં પહોચી ગઇ હતી. રમતમાં રોમાંચની સીમા પાર કરતી આ મેચને દર્શકોએ ખૂબ મજા સાથે માણી હતી. ટીમ ઈન્ડિયાએ અહી પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે સુધી પહોચવામાં ન્યૂઝીલેન્ડ એકવાર ફરી અસફળ રહી છે, જો કે તેનો અર્થ એ નથી કે તેને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ આ મેચ 20 ઓવરમાં ભારત ટાઇ કરવામાં સફળ રહી હતી.

ભારતે ચોથી મેચમાં એકવાર ફરી ન્યૂઝીલેન્ડને હરાવી ઈતિહાસ રચ્યો છે. એક જ સીરીઝમાં બેક ટૂ બેક બે મેચમાં સુપર ઓવર જોવા મળી, બન્ને મેચને ભારતે આસાનીથી જીતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની કોઇ સંભાવના ન હોવા છતા ન્યૂઝીલેન્ડે ખરાબ પ્રદર્શન કરતા ભારતને ચોથી મેચમાં જીત અપાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હોય તેવુ તેમની બેટિંગથી દેખાઇ આવ્યુ હતુ.

સુપર ઓવર

ભારતની બેટિંગ શરૂ

પહેલા બોલમાં રાહુલે 6 રન ફટકાર્યા (સિક્સર)

બીજા બોલમાં બાઉન્ડ્રી ફટકારીને રાહુલે ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત કરી દીધી છે

ત્રીજા બોલમાં રાહુલ બાઉન્ડ્રી પર કેચ આઉટ

ચોથા બોલમાં કોહલી સ્ટ્રાઇક પર, 2 રન બનાવ્યા

પાંચમા બોલમાં કોહલીએ બાઉન્ડ્રી ફટકારી મેચ ટીમ ઈન્ડિયાનાં નામે કરી દીધી છે.

છઠ્ઠા બોલમાં ———

ટીમ ઈન્ડિયાએ ચોથી મેચમાં પણ સીરીઝની ત્રીજી મેચ જેવો દેખાવ કરતા ચોથી મેચને સુપર ઓવરમાં જીતી લીધી છે.

ન્યૂઝીલેન્ડે પહેલી બેેટિંગ શરૂ કરી.

પહેલા બોલમાં 2 રન મળ્યા,

બીજા બોલમાં 4 રન,

ત્રીજા બોલમાં મુશ્કિલ કેચ કે એલ રાહુલે છોડ્યો અને 2 રન મળ્યા,

ચોથા બોલમાં ટીમ ઈન્ડિયાને મળી વિકેટ

પાંચમાં બોલમાં 4 રન મળ્યા

છઠ્ઠા બોલમાં 1 રન

ટીમ ઈન્ડિયાને મળ્યો 14 રનનો ટાર્ગેટ

મનિષ પાંડેએ ભારત માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી અને 36 બોલમાં અડધી સદી ફટકારી હતી. પાંડેની ઇનિંગથી ભારતે ન્યૂઝીલેન્ડ સામે આદરણીય સ્કોર કરવામાં મદદ મળી. નિર્ધારિત 20 ઓવરમાં ભારતે 8 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા અને કિવિ ટીમને જીત માટે 166 રનનો સ્કોર આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.