ગુજરાત/ ખેડામાં જિલ્લા પોલીસ અધિક્ષકે કરી આંતરિક બદલીઓ : જાણો ક્યા થઇ છે કોની બદલી

નડિયાદ ચકલાસી ખેડા ટાઉન પોલીસ સ્ટેશન કઠલાલ ઠાસરા વસો અને કપડવંજ રુલર જેવા અનેક વિવિધ પોલીસ સ્ટેશન પરથી પરસ્પર બદલી કરવામાં આવ છે

Gujarat Others
ખેડા

ખેડા જિલ્લામાં આંતરિક બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા ખેડા જિલ્લા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી અધિકારીઓને અરસપરસ પર બદલી કરવામાં આવી છે.

મળતી વિગત અનુસાર જિલ્લાના નડિયાદ ચકલાસી ખેડા ટાઉન પોલીસ સ્ટેશન કઠલાલ ઠાસરા વસો અને કપડવંજ રુલર જેવા અનેક વિવિધ પોલીસ સ્ટેશન પરથી પરસ્પર બદલી કરવામાં આવ છે જેનું મુખ્ય કારણ હાલ આવેલા નવા પોલીસ ઇન્સ્પેક્ટરને વિસ્તારની માહિતી સંપૂર્ણપણે મળી રહે અને જિલ્લામાં કાયદા કાનૂનની વ્યવસ્થા બની રહે તે હેતુથી ખેડા જિલ્લા પોલીસવાળાએ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરની અરસપરસ બદલી કરવામાં આવે છે. ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનના વી.એ.શાહને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. એવી જ રીતે બી. એમ. મળીને કઠલાલ પોલીસ સ્ટેશન થી મહેમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં આંતરિક બદલ્યોનો દોર યથાવત રહ્યો છે. 20 પોલીસ સ્ટેશનના અધિકારીઓને અરસ પરસ જિલ્લામાં બદલી કરવામાં આવે છે જેને લઈને સમગ્ર જિલ્લામાં શાંતિભાઈ નો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડા

આ પણ વાંચો : કોણ છે ડો.ગુરપ્રીત કૌર, જેની સાથે સીએમ ભગવંત માન કરવા જઈ રહ્યા છે લગ્ન?