અમદાવાદ,
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક પિતાએ જ તેના પુત્રની હત્યા કરી હોવાની ઘટના આવી છે. દીકરાની હત્યા કર્યા બાદ પિતા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. અમરાઈવાડી પોલીસે હત્યા કરનાર પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે અમરાઈવાડી વિસ્તારમાં આવેલ જોગમાયા ફ્લેટમાં રહેતા ગોવિંદભાઈ પરમારે તેના પુત્ર અજયની હત્યા ખુબ જ સામાન્ય બાબતે કરી હતી. શનિવારે લગભગ 9 વાગતાની આસપાસ અજય તેના પિતા સાથે ટીવીના રિચાર્જ બાબતે થોડી બોલાચાલી થઈ હતી. જેમાં અજય ગુસ્સામાં આવીને ટીવી ઉંચકીને નીચે ફેંકી દેતાં તેના પિતા ગોવિંદભાઈને ગુસ્સો આવતા અજયને લાકડી વડે ઢોર માર માર્યો હતો. અજયને તેના પિતાએ એટલો માર્યો હતો કે તેનું મૃત્યુ થઈ હતું.
ઉલ્લેખનીય છે કે જયારે ગોવિંદભાઈને ઘટના બાદ તેઓનાથી પુત્રની હત્યા થઇ હોવાનો અહેસાસ થતાં તેઓ તેમની પત્ની સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. જ્યાં પીઆઈ જે.એસ.નાયકે જણાવ્યું હતું કે, ટીવી રિચાર્જ બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલચાલીમાં બનાવ બન્યો હતો, હાલ પિતાની અટકાયત કરવામાં આવી છે.