Not Set/ દારૂની મહેફિલ માણતા નબીરા સાથે ડાંસરો સાથે 11 ની ધરપકડ

આણંદઃ આંકલાવ ગામની રાજેવા સીમમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પોલીસે દરોડો પાડીને અમદાવાદ અને વડોદરાની 6 ડાંસર સહિત મહેફિલ માણતા ૧૧ નબીરાઓને ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે આંકલાવ પોલીસને હકીકત મળી હતી કે, ગામની રાજેવા સીમમાં આવેલા એક ખેતરના મકાનમાં […]

Gujarat
2 3 1484676699 દારૂની મહેફિલ માણતા નબીરા સાથે ડાંસરો સાથે 11 ની ધરપકડ

આણંદઃ આંકલાવ ગામની રાજેવા સીમમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પોલીસે દરોડો પાડીને અમદાવાદ અને વડોદરાની 6 ડાંસર સહિત મહેફિલ માણતા ૧૧ નબીરાઓને ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે આંકલાવ પોલીસને હકીકત મળી હતી કે, ગામની રાજેવા સીમમાં આવેલા એક ખેતરના મકાનમાં શરાબ-શબાબની પાર્ટી ચાલી રહી છે. જેથી મધ્યરાત્રીના એક વાગ્યાના સુમારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ૧૧ જેટલા યુવક-યુવતીઓ ડીજેના તાલે વિદેશી શરાબ અને મસ્તીમાં ડૂબેલા હતા. પોલીસને ઘટનાસ્થળેથી બિયરના ૧૧ ટીન તથા રોયલ સ્ટેગ અને સિગ્નેચર બ્રાન્ડની વિદેશી દારૂની ચાર ખાલી બોટલો, બાયટીંગ તથા ખાણી-પીણીની વસ્તુઓ મળી આવી હતી. આ ઉપરાંત મકાન બહાર પાર્ક કરેલા બે બાઈકો પણ મળી આવ્યા હતા. આ તમામ વસ્તુઓ પોલીસે કબજે કરીને પકડાયેલા તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને આંકલાવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર તમામ યુવક-યુવતીઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ પાર્ટીનું આયોજન આંકલાવમાં શારદા સિનેમા ચલાવતા નિખીલભાઈ ઈન્દ્રવદનભાઈ શાહે કર્યું હતુ અને પોતાના મિત્રો અકરમઅલી લીયાકતઅલી સૈયદ (આંકલાવ), દિપક ઘનશ્યામભાઈ પંચાલ (આંકલાવ), નીલેષભાઈ રજનીભાઈ પટેલ (આંકલાવ), સંજયભાઈ રાજુભાઈ પટેલ (આંકલાવ)અને મનિષભાઈ દિલીપભાઈ પટેલ (વડોદરા)ને આમંત્રીત કર્યા હતા. પાર્ટીને રંગીન બનાવવા માટે વિદેશી દારૂ અને બિયર ઉપરાંત ડાન્સ કરતી યુવતીઓ પણ બોલાવવામાં આવી હતી. આ તમામ યુવતીઓને પણ વિદેશી દારૂ અને બીયર પણ પીવડાવવામાં આવ્યો હતો અને તેમને ડીજેના તાલે નચાવતા હતા. પકડાયેલી યુવતીઓમાં સોનલબેન દાંતી (વડોદરા), શાહીનાબાનુ કાદરઅલી શેખ (વડોદરા), ચન્દ્રીકાબેન હરેશભાઈ તડવી (વડોદરા), આશાબેન નરસિંહભાઈ પરમાર (અમદાવાદ)તથા જાનકીબેન દિલિપભાઈ પટેલ (વડોદરા)નો સમાવેશ થાય છે. પોલીસે આ શખ્સો દ્વારા વિદેશી દારૂ-બિયર ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો હતો તેની પણ તપાસ હાથ ઘરી છે.