Not Set/ ફિક્સ પગારમાં 63 થી લઇને 124 ટકાનો વધારો, 1 ફેબ્રુઆરીથી અમલ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ફિક્સ પગારદારોના પગારમાં 63 ટકાથી 124 ટકાનો વધારો કર્યો છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલા આ અંગે જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી ફિક્સ પગારમાં કામ કરતા 1.81 લાખ કર્મચારીઓને લાભ મળશે. આ નિર્ણયથી સરકારની તીજોરી ર 1300 કરોડી રપિયાનો બોજો પડશે. નીતિન પટેલે વધુમાં એ પણ ચોખવટ કરી હતી કે, કર્મચારી […]

Gujarat
C2cnR0DWQAEbCHB ફિક્સ પગારમાં 63 થી લઇને 124 ટકાનો વધારો, 1 ફેબ્રુઆરીથી અમલ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ફિક્સ પગારદારોના પગારમાં 63 ટકાથી 124 ટકાનો વધારો કર્યો છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલા આ અંગે જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી ફિક્સ પગારમાં કામ કરતા 1.81 લાખ કર્મચારીઓને લાભ મળશે. આ નિર્ણયથી સરકારની તીજોરી ર 1300 કરોડી રપિયાનો બોજો પડશે. નીતિન પટેલે વધુમાં એ પણ ચોખવટ કરી હતી કે, કર્મચારી જ્યારથી નોકરીમાં જોડાયા હોય ત્યારથી તેમની સીનિયોરિટી ગણવામાં આવશે. આ નિર્ણયનો અમલ 1 ફેબ્રુઆરીથી થશે. આ પગાર વધારો 7 મા પગાર પંચની ભલામણ અંતર્ગત કરવામાં આવ્યો છે.

વર્ગ 4ના કર્મચારીઓના પગારમાં 63 ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે વર્ગ 4 ના કર્મચારીઓને હવે 16,224પગાર મળશે. વર્ગ 2 કર્મચારીઓને 73 ટકાનો વધારો,  3 વર્ગને 90 ટકાન વધારો અને સિનિય કેડરના કર્મચારીઓને 124 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ લાભ નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમમ લાભો મળતા થઇ જશે.