Vadodara/ વિઝા એજન્સીના માલિકે જીમ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી

તેમનો વિદેશ જવાનો લાભ ઉઠાવી ઈમિગ્રેશન સંચાલકો વિઝા અપાવવાના……….

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 53 વિઝા એજન્સીના માલિકે જીમ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી

Vadodara News: વડોદરામાં ઈમિગ્રેશનના માલિકે જીમ સંચાલક સાથે રૂપિયા 40 લાખની ઠગાઈ કરી છે. બનાવટી જોબ ઓફર લેટર આપીને વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી કેનેડા ન મોકલતા વેપારીએ આર.એમ.ઈમિગ્રેશનના માલિક સામે વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદ જીલ્લામાં અગણિત યુવક, યુવતીઓ વિદેશ જવા થનગનતા જોવા મળ્યા છે. તેમનો વિદેશ જવાનો લાભ ઉઠાવી ઈમિગ્રેશન સંચાલકો વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી દે છે. આવું જ ફરી એકવાર કેનેડા જવા માગતા જીમ સંચાલક સાથે ઘટના બની છે. આણંદના જીમ ચલાવતા વેપારીને કેનેડા જવાની ઈચ્છા થતાં આર.એમ. ઈમીગ્રેશન પાસે ગયા હતા. ઈમીગ્રેશન તરફથી 40 લાખ રૂપિયામાં કેનેડા લઈ જવાનું કહેતા વેપારીએ પૈસા ભર્યા હતા.

બાદમાં કેનેડા ન જવાનું થતાં પોતે છેતરાયા હોવાનું જાણ થતાં આર.એમ.ઈમીગ્રેશનના માલિક વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા

આ પણ વાંચો: ભાજપનો ચૂંટણીઢંઢેરો ‘જુમલાપત્ર’થી વિશેષ કશું નથીઃ શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો: ગુજરાતમાં કેટલાક જીલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19મીએ ઉમેદવારીપત્ર ભરશે