Gujarat Weather/ ગુજરાતમાં કેટલાક જીલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી

આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે…….

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 52 ગુજરાતમાં કેટલાક જીલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી

Gujarat Weather News: ગઈકાલે ગુજરાતના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગરમીની સાથે વર્ષા થવાનું અનુમાન છે. 17 એપ્રિલ સુધી વરસાદની આગાહી છે, બાદમાં વાતાવરણ સૂકું બનશે અને ગરમી વધશે.

હવામાનમાં પલટો આવતા 12 થી 15 એપ્રિલ દરમિયાન કેટલાક જીલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની પડવાની સંભાવના છે. તો સાથે બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. વરસાદ પછી વાતાવરણ સૂકું  થવા લાગશે જેથી ગરમી વધશે.

ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે. ગુજરાતમાં થંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રણ દિવસ વરસાદ રહેશે. હાલ હિટવેવની શક્યતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા