Gujarat/ રાજ્યમાં 24 કલાકમાં કોરોના નવા 571 કેસ નોંધાયા

રાજ્યમાં કુલ 3025 એક્ટિવ કેસ , રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,72,811 પહોંચ્યો

Ahmedabad Gujarat
corona test રાજ્યમાં 24 કલાકમાં કોરોના નવા 571 કેસ નોંધાયા

સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો થવા પામ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં ૫૭૧ નવા દર્દીઓ નોધાયા છે. તેમજ 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ થવા પામ્યું છે. કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતા સરકાર દ્વારા વેક્સિનેસન પણ ઝડપી બનાવવા આવ્યું છે.

24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું મોત

24 કલાકમાં 403 દર્દીઓ થયા ડિસ્ચાર્જ

તાજેતરમાં જ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં નોધપાત્ર  ઘટાડો થવા પામ્યો હતો. ત્યારે ચુંટણી બાદ એકાએક કોરોનાના કેસોમાં વધારો થતા લોકોમાં ફરી ભય વ્યાપી જવા પામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ૫૭૧ નવા કેસો નોધાવવા પામ્યા છે. તેમજ 1 દર્દીનું મૃત્ય થવા પામ્યું છે. તેમજ ૪૦૩ દર્દીઓ કોરોના સામેની લડાઈ જીતી જતા તેઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં હજુ પણ 3૦૨૫ એક્ટીવ કેસ છે. તેમજ કોરોનાનો કુલ આંકડો 2,72,૮૧૧ પર પહોચવા પામ્યો છે.