કચ્છ/ ટેન્કરના ચાલકે તેલ કાઢીને ત્રણ હજાર કિલો પાણી મિક્ષ કરી દીધું

કંડલાથી કડી ખાતે આવેલી કંપનીમાં રવાના કરાયેલા ટેન્કરને ચીરઈ પાસે થોભાવી તેમાંથી ૩.૭પ લાખનું તેલ કાઢી લઈ તેના બદલે ૩ હજાર કિલો પાણી મીક્ષ કરી ગેરરીતિ કરવામાં આવી હોવાનો બનાવ ભચાઉ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.

Top Stories Gujarat Others
Untitled 34 ટેન્કરના ચાલકે તેલ કાઢીને ત્રણ હજાર કિલો પાણી મિક્ષ કરી દીધું
  • નાની ચીરઈ નજીક ક્લીનરની મદદથી છેતરપિંડી આચરી

કંડલાથી કડી ખાતે આવેલી કંપનીમાં રવાના કરાયેલા ટેન્કરને ચીરઈ પાસે થોભાવી તેમાંથી ૩.૭પ લાખનું તેલ કાઢી લઈ તેના બદલે ૩ હજાર કિલો પાણી મીક્ષ કરી ગેરરીતિ કરવામાં આવી હોવાનો બનાવ ભચાઉ પોલીસ મથકે નધાયો છે.

અમદાવાદમાં રહેતા હેમલભાઈ જગદીશચંદ્ર મોદીએ જણાવ્યું કે, તેઓ કડીમાં આવેલી એનકે પ્રોટીન નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. કંપનીમાંથી ટેન્કરોમાં ખાદ્ય તેલનો જથ્થો કંડલાથી ભરીને આવે છે. ર૮ મી જાન્યુઆરીના કડીથી દિવેલ તેલ ભરીને કંડલા ખાતે સન સાઈન ટર્મીનલ ખાતે મોકલવામાં આવ્યું હતું, જયાં ટેન્કર ખાલી થયા બાદ ગોકુલ ટર્મીનલ કંડલાથી આરબીડી પામોલીન તેલ ભરીને પરત રવાના થયું હતું. ગાડી નંબર જી.જે. ૦ર ઝેડઝેડ ૯૯૦૪ લઈને ડ્રાઈવર યુપીનો રાહુલ પ્રદીપસિંઘ અને ક્લીનર અમનસિંઘ સુરેન્દ્રસિંઘ ઠાકુર નિકળ્યા હતા.

જો કે જીપીએસથી ચેક કરતાં ગાડી નાની ચીરઈ પાસે આવેલ શેરએ પંજાબ હોટલ પાસે ઉભી હતી. જેથી શંકા ગઈ હતી. ગાડી જયારે કડી ખાતે રાત્રીના બે વાગ્યે આવી ત્યારે તેલની ચકાસણી કરતાં તેમાં પાણી મિક્ષ થયેલું જણાયું હતું.  અને બે સીલ પણ તુટેલા જોવા મળ્યા હતા. તેલની અંદર ર૦ ટકા પાણીનો ભાગ હોવાનું લેબ રિપોર્ટ દરમિયાન જણાઈ આવ્યું હતું. તેલની અંદર ૩ હજાર કિલો પાણી મિક્ષ કર્યું હોવાનું સામે આવ્યું છે. તેલની એક કિલોની કિંમત ૧રપ લેખે કુલ રૂપિયા ૩.૭પ લાખનું તેલ કાઢી તેમાં પાણી મિક્ષ કર્યું હોવાની કબૂલાત ડ્રાઈવરે આપી છે. જેથી ડ્રાઈવર અને કંડકટર સામે વિશ્વાસઘાતની કલમો તળે ભચાઉ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

કચ્છ / વાહન ચેકિંગ દરમિયાન બાઇક સવારે મારી ટક્કર, પોલીસકર્મીનું મોત

ગુરુગ્રામ / હાઉસિંગ કોમ્પ્લેક્સના છ ફ્લેટની છત એકસાથે ધરાશાયી, અનેક લોકોએ ગુમાવ્યા જીવ

UP Election / હાર્દિક પટેલે કર્યો રોડ શો, અને કોંગ્રેસના ઉમેદવાર મીનાની તરફેણમાં વોટ માંગ્યા.