Political/ ગૃહમંત્રી અમિત શાહે  સમર્થકોને મળવા તોડ્યો પ્રોટોકોલ, કારમાંથી નીચે ઉતર્યા

ગૃહ પ્રધાનને આવકારવા માટે ભાજપ અને એઆઈડીએમકેના કાર્યકરો એરપોર્ટની બહાર એકઠા થયા હતા. અમિત શાહ અચાનક કારમાંથી નીચે ઉતરીને ચાલવા લાગ્યા.

Ahmedabad Top Stories Gujarat
nitin patel 12 ગૃહમંત્રી અમિત શાહે  સમર્થકોને મળવા તોડ્યો પ્રોટોકોલ, કારમાંથી નીચે ઉતર્યા

ગૃહ પ્રધાનને આવકારવા માટે ભાજપ અને એઆઈડીએમકેના કાર્યકરો એરપોર્ટની બહાર એકઠા થયા હતા. અમિત શાહ અચાનક કારમાંથી નીચે ઉતરીને ચાલવા લાગ્યા.

ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ચેન્નઈની મુલાકાતે છે. તેઓ અહીં 67,000 કરોડના પ્રોજેક્ટ્સના શિલાન્યાસનું ઉદઘાટન કરશે. ગૃહ મંત્રીએ સમર્થકોને મળવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા. અને પ્રોટોકોલ ભંગ કર્યો હતો. ચાલતી વખતે ભાજપ અને એઆઈડીએમકે કાર્યકરો સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહ રજનીકાંતને પણ મળી શકે છે. ગયા મહિને એક અહેવાલમાં જણાવાયું હતું કે રજનીકાંતે આરોગ્યને ટાંકીને રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે, આને લગતા વાયરલ પત્ર પર રજનીકાંતે કહ્યું હતું કે “આ પત્ર મારો નથી, પરંતુ સ્વાસ્થ્ય અને ડોકટરોની સલાહ અંગે તેમાં આપવામાં આવેલી માહિતી સાચી છે.” રજની મક્કલ મંદ્રમ સાથે ચર્ચા કર્યા પછી હું યોગ્ય સમયે મારા રાજકીય વલણની ઘોષણા કરીશ.

શાહ ભાજપના નેતાઓ સાથે ચૂંટણી વ્યૂહરચના અંગે ચર્ચા કરી શકે છે

ચેન્નાઈ એરપોર્ટ પર શાહનું સ્વાગત તામિલનાડુના મુખ્ય પ્રધાન કે પલાનીસ્વામી, નાયબ મુખ્ય પ્રધાન ઓ પન્નીરસેલ્વમ અને તમિલનાડુ ભાજપના પ્રમુખ એલ મુરુગને કર્યું હતું. એવી અટકળો છે કે શાહ તમિળનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે.