Junagadh/ ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ બે પ્રસુતાનાં મોત, ઇન્ફેક્શન થતાં મામલો ગરમાયો

જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પાંચથી વધુ પ્રસૂતાને સિઝેરિયન (Cesarean)કરવામાં આવ્યા હતા. જેમાં ગણતરીના કલાકો બાદ તેઓની કિડની ફેલ (Kidney Fail) થઈ જવાની ઘટના સામે આવી છે. ત્રણ પ્રસુતા મહિલાની કિડની ફેલ થઈ જવાની ઘટના બનતા….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 30T193452.087 ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ બે પ્રસુતાનાં મોત, ઇન્ફેક્શન થતાં મામલો ગરમાયો

@અમ્મર બખાઈ

Junagadh News: જૂનાગઢમાં એક ખાનગી હોસ્પિટલ (Private Hospital)માં પ્રસુતિ બાદ બે પ્રસુતાના(Pregnant Lady) મોત અને ચાર મહિલાઓને કિડનીમાં(Kidney) ઇન્ફેક્શન થતાં મામલો ગરમાયો છે. દાખલ પ્રસુતાના રિપોર્ટમાં એક સરખું કારણ દેખાતાં આરોગ્ય સેવાઓ સામે પ્રશ્નો ઊભા થયા છે.

જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પાંચથી વધુ પ્રસૂતાને સિઝેરિયન (Cesarean)કરવામાં આવ્યા હતા. જેમાં ગણતરીના કલાકો બાદ તેઓની કિડની ફેલ (Kidney Fail) થઈ જવાની ઘટના સામે આવી છે. ત્રણ પ્રસુતા મહિલાની કિડની ફેલ થઈ જવાની ઘટના બનતા પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી રહી છે અને સમગ્ર કેસની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરાઈ આ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે.

WhatsApp Image 2024 01 30 at 7.31.29 PM ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ બે પ્રસુતાનાં મોત, ઇન્ફેક્શન થતાં મામલો ગરમાયો

જેમાં હિરલ આકાશ મિયાત્રા અને હર્શિતાબેન બાલસ નામની બંને મહિલાઓના કિડની ફેલ થઈ જતા મૃત્યુ થયા છે. તેમજ હોસ્પિટલમાં દાખલ હસીના લાખા મેંદરડાની તૃપ્તિ કાચા અને સુમૈયા કચરા નામની મહિલાને કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે.

જૂનાગઢના લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલ (Health Plus Hospital)માં પી.એમ.જે.વાય. યોજના (PMJAY scheme)અંતર્ગત લાભ મળી રહે તે માટે પ્રસુતિ માટે મહિલાઓ દાખલ થઈ હતી. આ તમામ મહિલાઓ નજીકના જ દિવસોમાં દાખલ થઈ હતી અને તેમની ફરિયાદ પણ એક સરખી જ સામે આવી છે. તેમના રિપોર્ટ જોતા સિરમક્રીએટીનાઈન સતત વધવા લાગ્યું હતું. ત્યારબાદ એક પછી એક મહિલાઓએ અન્ય હોસ્પિટલમાં ડાયાલિસિસની પ્રક્રિયા શરૂ કરી હતી. જે આજે પણ ચાલુ છે. આ તમામ દર્દીઓની કિડની ટ્રાન્સફર માટે અમદાવાદ હોસ્પિટલમાં વેઇટિંગમાં છે. આ ગંભીર ઘટનાને લઈ જૂનાગઢ મુખ્ય આરોગ્ય અધિકારી પણ હરકતમાં આવ્યા છે અને તેમણે તપાસ માટેની પણ સૂચનાઓ આપી દીધી છે.

સમગ્ર મામલાને લઈને હોસ્પિટલના સત્તાધીશો (Authorities) દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને જેમાં આ તમામ મહિલાઓને કેપ કંપનીના બાટલાઓ ચડાવવામાં આવ્યા હતા. જેમાં ટોક્સિન(Toxin) વધી જતા તેમને કિડની ઉપર અસર થઈ હોય તેવું રિપોર્ટમાં સામે આવ્યું હતું. જે અંગેની રાજકોટની લેબોરેટરીમાં તેમને રિપોર્ટ કરાવ્યો હતો અને મોટાભાગની કેપ કંપનીના જે બાટલા મહિલાઓને લગાવવામાં આવ્યા હતા, તેમાંથી ઇન્ફેક્શન લાગ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ હોસ્પિટલના સત્તાધીશોએ બાટલા બનાવતી એજન્સી સામે તંત્રને રજૂઆત કરી છે.

હાલ તો, જૂનાગઢ આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે ત્યારે આવા કિસ્સા સામે આવતાં આરોગ્ય સેવા ઉપર સવાલો ઊભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ મનપાનાં કર્મચારીઓ અને થોરાળા પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ યુવકે પીધું ફિનાઈલ અને પછી…

આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો