Not Set/ લીંબડી/ દલિત યુવાનોને માર મારવાના કેસમાં નવો વળાંક, PSIની ધરપકડ નહીં કરવા હાઇકોર્ટે સ્ટે આપ્યો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર લીંબડી નદીકાંઠે પીએસઆઈ સંજય વરૂએ સ્ટાફ સાથે દરોડો પાડી પ્રકાશ ઉર્ફે પકો ચાવડાને દેશી દારૂ, દેવરાજ ચાવડા, હસમુખ ચાવડાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા. જામીન મળતા ત્રણેય યુવાનો PSIએ માર માર્યો હોવાનું કહી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. પ્રકાશ ચાવડાએ PSIએ ઓફિસમાં બોલાવી જાતિ વિશે અપમાનિત કરી માર માર્યો […]

Gujarat Others
bc45842dcf5b26bc897c52ca1b416146 લીંબડી/ દલિત યુવાનોને માર મારવાના કેસમાં નવો વળાંક, PSIની ધરપકડ નહીં કરવા હાઇકોર્ટે સ્ટે આપ્યો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી નદીકાંઠે પીએસઆઈ સંજય વરૂએ સ્ટાફ સાથે દરોડો પાડી પ્રકાશ ઉર્ફે પકો ચાવડાને દેશી દારૂ, દેવરાજ ચાવડા, હસમુખ ચાવડાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા. જામીન મળતા ત્રણેય યુવાનો PSIએ માર માર્યો હોવાનું કહી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. પ્રકાશ ચાવડાએ PSIએ ઓફિસમાં બોલાવી જાતિ વિશે અપમાનિત કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

લીંબડી દલિત સમાજના લોકોએ આવેદન આપી પીએસઆઈને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. ઘટનાને 15 દિવસ વિતવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા દલિત સમાજના આગેવાનો પીએસઆઈ સંજય વરૂની ધરપકડ અને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. તો બીજી તરફ PSIના વકિલ લક્ષ્મણસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં PSIની ધરપકડ રોકવા અરજી કરી હતી. હાઈકોર્ટે PSIની ધરપકડ નહીં કરવા સ્ટે આપ્યો હતો.

સામાજિક એકતા જાગૃતિ મિશનના કેવલસિંહ રાઠોડ કાર્યકરો સાથે દલિત ધરણાં છાવણીમાં પહોંચી આવ્યા હતા. PSIની જિલ્લાના અન્ય તાલુકામાં બદલી કરવાની માંગ કરી હતી. જો એમ નહીં કરાય તો પીડિત દલિતો સાથે રાજય પોલીસવડા સુધી PSI વિરુદ્ધ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આગામી સમયમાં હાઈકોર્ટમાં પીડિતપક્ષને ન્યાય મળે તે માટે લડવાની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.