જામનગર/ લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશના બિહામણા દ્રશ્યો

જામનગર શહેરમાં હાહાકાર મચાવી રહેલ લમ્પી રોગથી ગૌવંશોના ટપો – ટપ મોત થઈ રહ્યા છે. બીજી બાજુ તંત્રની ધોરબેદરકારી સામે આવી રહી છે.તેવામાં મનપા દ્વારા શહેરમાં મૃત્યુ પામેલ ગૌવંશોને શ્વાનના હવાલે કરી દેતા ગૌ પ્રેમીઓ, પશુપાલકો સહિત લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

Gujarat Others
લમ્પી વાયરસથી મૃત્યુ
  • જામનગર મનપાની ઘોર બેદરાકરી
  • મૃત્યુ પામેલા ગૌવંશના વિહામણા દ્રશ્યો
  • કચરાના ઢગલામાં ગાયોની લાશો ફેંકાઈ
  • પશુપાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો

જામનગર મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી.લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશના બિહામણા દ્રશ્યો સામે આવ્યા.મૃત્યું પામેલી ગાયોનો નિકાલ કરવામાં આવ્યો નથી. કચરાના ઢગલામાં ગાયની લાશોને ફેંકી દેવામાં આવી છે.જેના પગલે ગૌવંશ અને પશુપાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.મહત્વનું છે કે પહેલા તંત્ર લમ્પી વાયરસને રોકવા માટે સક્ષમ ન રહ્યું.અને હવે તંત્ર મૃતક પશુઓના નિકાલમાં પણ ફેલ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે.

જામનગર શહેર કોંગ્રસ પ્રમુખ ઠેબા ચોકડી નજીક મનપા દ્વારા મૃત્યુ પામેલ ગાયોના નિકાલની જગ્યાએ પહોંચી જતા વિહામણા દ્રશ્યો સામે આવ્યા છે.લંપી રોગથી ગૌવંશોને બચાવવા તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.ત્યારે શહેરમાં જીવલેણ લંપી રોગથી મૃત્યુ પામેલ ગૌવંશોનો આડેઘડ નિકાલ કરવામાં આવતા ધર્મ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.શહેર કોંગ્રેસ પ્રમુખે વિશેષમાં જણાવ્યું કે ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે.અને હિન્દુની આ માતાની આવી દયનીય હાલત. સ્થળ પરના દ્રશ્યો જોઈ કોંગ્રેસ પ્રમુખ જાડેજા ભાવુક થઈ સતાપક્ષને આડે હાથ લિધા હતા અને નશો ચૂર થવાના શ્રાપ આપ્યા હતા. શ્રાવણ માસ જેવા પવિત્ર માસમાં ગાયોની આવી હાલત સ્થળ પરના દ્રશ્યો એ તંત્રની પોલ ખોલી નાખી છે.

અ 3 લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશના બિહામણા દ્રશ્યો

ઉલ્લેખનીય છે કે બે ત્રણ દિવસ પહેલા જામનગર મહાનગર પાલિકાના પશુ ડોક્ટર ગોધાણીનો ઓડિયો વાયરલ થયો હતો તેમાં વેકસીનને બદલે પાણી ભરેલા ઇન્જેક્શન દેવામાં આવતા જામનગર સહિત ગુજરાતભરમાં દેકારો બોલી ગયો હતો.હજુ એ વિવાદ સમ્યો નથી ત્યા ગોવંશોના ઓડેઘડ નિકાલ કરતા વિવાદ વરસ્યો છે.

આ પણ વાંચો:કેનેડાથી અમેરિકા જતાં મહેસાણાના ચાર ઝડપાયા, ગુજરાત પોલીસે શરુ કરી તપાસ

આ પણ વાંચો:  લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ નાગરિકોના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસના આ ધારાસભ્યે ઉપાડી

આ પણ વાંચો:ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ, ૮૧ તળાવો AMCને જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા