Rajkot/ પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો

રાજકોટના શાપર વેરાવળમાં યુવકને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા મોત થયું છે. 20 વર્ષીય યુવક જગદીપ મકવાણાને પૈસાની લેતી દેતી મામલે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મૃતકના કાકાને પણ જ્ઞાતિ પ્રતિહડધુત કરીને ઢીકા પાટુનો માર માર્યો હતો. જે અંગે શાપર વેરાવળ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 30T130937.778 પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો

@Dhruv Kundel

Rajkot News: રાજકોટના શાપર વેરાવળમાં યુવકને તીક્ષ્ણ હથિયાર (Weapon) વડે હુમલો કરાતા મોત થયું છે. 20 વર્ષીય યુવક જગદીપ મકવાણાને પૈસાની લેતી દેતી મામલે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મૃતકના કાકાને પણ જ્ઞાતિ પ્રતિહડધુત કરીને ઢીકા પાટુનો માર માર્યો હતો. જે અંગે શાપર વેરાવળ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરક્ષિત ગુજરાતમાં હત્યાના બનાવો હવે ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યાં છે. ત્યારે રાજકોટ (Rajkot)માં ચકચાર મચાવતો મોતનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાના શાપર વેરાવળમાં યુવકને તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હુમલો કરાતા મોત થયું છે. 20 વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન ફાકીના લેણા નીકળતા 4500 રૂપિયા મામલે થઇ રહેલી બોલાચાલીમાં યશ સોનગરા, ચિરાગ સોનગરા અને અજાણ્યા વ્યક્તિ દ્વારા સોમવારના રોજ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામ ખાતે રાત્રિના સમયે છરીના ઘા ઝીંકી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકા પાટુનો માર પણ મારવામાં આવ્યો હતો. જેના કારણે જયદીપ મકવાણાને શાપર વેરાવળ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો.

સોમવારના રોજ મૃત્યુ પામનારના કૌટુંબિક કાકા પ્રજ્ઞેશ મકવાણા રાત્રિના નવ વાગ્યે વેરાવળ ખાતે આવેલ સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે પણ ફાકી ખાવા માટે ગયા હતા. ત્યારે યશ સોનગરા તથા તેના ભાઈ ચિરાગ સોનાગરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા 4500 રૂપિયા બાકી છે. તે પૈસા તમે અત્યારે જ આપો. ત્યારે પ્રવીણ મકવાણા એ કહ્યું હતું કે હાલ મારી પાસે પૈસા નથી. થોડા સમય પછી તમને પૈસા આપી દઈશ. ત્યારે તરત જ બંને ભાઈઓ બોલાચાલી કરવા લાગ્યા હતા. આ અરસામાં પ્રવીણ મકવાણાનો ભત્રીજો જયદીપ મકવાણા ત્યાંથી પસાર થતો હતો. તે સમયે જયદીપે બંને ભાઈઓને ગાળો નહીં આપવાનું કહેતા તે બંને ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ દુકાનની બહાર આવીને ત્રણેય વ્યક્તિઓ દ્વારા જયદીપને માર મારવામાં આવ્યો હતો.

યશ દ્વારા પોતાની પાસે રહેલ છરી વડે જયદીપને આડેધડ ઘા પણ મારવા લાગ્યા હતા. જયદીપ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી જતા ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા હતા. આરોપીઓ દ્વારા પ્રવીણ મકવાણાને પણ જ્ઞાતિ પ્રતિહડધુત કરીને ઢીકા પાટુનો માર માર્યો હતો.

ત્યારે સમગ્ર મામલે મૃતકના 40 વર્ષીય પિતા ભરત મકવાણા દ્વારા યશ સોનાગરા, ચિરાગ સોનાગરા તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ipc 302, 323, 504, 114 તેમજ એટ્રોસિટી એક્ટ (Atrocity Act) અંતર્ગત શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:INDIAN NAVY/એડનની ખાડીમાં ભારતીય નૌકાદળનું મોટું ઓપરેશન, INS સુમિત્રાએ 19 પાકિસ્તાની ખલાસીઓ સહિત ઈરાની જહાજને બચાવ્યું

આ પણ વાંચો:Land For Jobs Case/શું છે લેન્ડ ફોર જોબ કૌભાંડ? જેમાં લાલુ પરિવારના ગળા પર લટકી રહી છે તલવાર 

આ પણ વાંચો:Land For Jobs Case/EDએ આજે ​​તેજસ્વીને બોલાવ્યા, 10 કલાકની પૂછપરછ બાદ ગઈકાલે રાત્રે 9 વાગ્યે લાલુને કર્યા મુક્ત