રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી/ આજે મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ, પીએમ મોદી, રાહુલ ગાંધી અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીની આજે 76મી પુણ્યતિથિ છે. આજે મંગળવારે (30 જાન્યુઆરી) ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.

Top Stories India
YouTube Thumbnail 70 1 આજે મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ, પીએમ મોદી, રાહુલ ગાંધી અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીની આજે 76મી પુણ્યતિથિ છે. આજે મંગળવારે (30 જાન્યુઆરી) ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. રાજઘાટ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ  અને અન્ય મહાનુભાવોની હાજરી સૈન્ય સમ્માન સાથે પીએમ મોદીએ મહાત્મા ગાંધીની શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પો અર્પણ કર્યા બાદ પ્રદક્ષિણા કરી નમન કર્યા.

મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના એકાઉન્ટ પરથી લખ્યું હતું કે મહાત્મા ગાંધી આપણને રાષ્ટ્ર માટે સેવા કરવા અને સપના પૂરા કરવા માટે પ્રેરણા આપે છે. આખો દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 76મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છે. રાજધાની દિલ્હીના રાજઘાટ પર અનેક રાજનેતાઓ બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ બાપુને યાદ કર્યા.  આ પ્રસંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બિહારના અરરિયામાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના શિબિર સ્થળ પર તેમને મૂવિંગ શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય તેમણે સોશિયલ મીડિયા X પર બાપુને યાદ કરીને આ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર લખ્યું – આજે તે દિવસ હતો જ્યારે નફરત અને હિંસાની વિચારધારાએ તેમના પૂજ્ય બાપુને દેશમાંથી છીનવી લીધા હતા. અને આજે એ જ વિચારસરણી આપણાથી તેમના સિદ્ધાંતો અને આદર્શો છીનવી લેવા માંગે છે. પરંતુ નફરતના આ વાવાઝોડામાં સત્ય અને સંવાદિતાની જ્યોત ઓલવતા નથી. આ જ ગાંધીજીને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  76મી પુણ્યતિથિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ભૂપેન્દ્ર પટેલ  સોશિયલ મીડિયા X પર લખ્યું કે પૂજ્ય બાપુનું ઉચ્ચ માનવીય મૂલ્યોથી પરિપૂર્ણ જીવન, સત્ય અને અહિંસાનો સંદેશ તેમજ જીવન ઘડતર અંગેના તેમના વિચારો માનવજાતને સાચો પથ બતાવતી દીવાદાંડી સમાન છે.

મહાત્મા ગાંધીની આજે પુણ્ય તિથિ છે. આજના દિવસે સામાજિક ક્ષેત્રમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતા તેમજ ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી. આજે સોશિયલ મીડિયા લોકો સાથે સંપર્ક સાધવાનું પ્રથમ માધ્યમ બન્યું છે. મમતા બેનરજીએ પણ પોતાની ભાષામાં  X પર મહાત્મા ગાંધીની શ્રદ્ધાંજલિ આપતો સંદેશ લખ્યો.

ભારત દેશ માટે આજે મહત્વનો દિવસ છે. આજે એ દિવસ છે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું મૃત્યુ થયું હતું. આજના દિવસે ગોડસે એક સભામાં ગાંધી પર ગોળી છોડી હતી અને ભગવાન રામના ઉચ્ચાર સાથે પ્રાણ છોડ્યા હતા. બહુ ઓછા લોકો હોય છે જેને લોકો આટલો પ્રેમ કરતા હોય છે. મહાત્મા ગાંધી કે જેમનું મૂળનામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. તેમના જીવનના અનેક કિસ્સાઓ અને ઘટનાઓ છે જે આજે પણ લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમનું સાદગીભર્યું જીવન અને સત્યનો આગ્રહ તમામ લોકો માટે ઉદાહરણરૂપ છે. તેમના સામાજિક ઉત્કર્ષના કાર્યો અને દેશને આઝાદ કરવાના સંર્ઘષ આજે પણ લોકોના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ