Stock Market/ શેરબજાર : આજે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યો, આઈટી શેર અને બેંક શેરમાં જોવા મળ્યો ઉછાળો

આજે સ્થાનિક શેરબજારની સારી શરૂઆત જોવા મળી. EPACK ડ્યુરેબલ IPOનું આજે લિસ્ટિંગ. BSE પર રૂ. 225 પર લિસ્ટ થયો.

Top Stories Business
YouTube Thumbnail 67 1 શેરબજાર : આજે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યો, આઈટી શેર અને બેંક શેરમાં જોવા મળ્યો ઉછાળો

આજે સ્થાનિક શેરબજારની શરૂઆત સારી મજબૂતાઈ પર રહી છે અને સેન્સેક્સ 72 હજારના સ્તરે ખુલ્યો છે.  આજે બજાર ખુલતા જ આઈટી શેર અને બેંક શેરમાં ઉછાળો જોવા મળ્યો. આ શેરોમાં ઉછાળાને કારણે શેરબજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી અને આઈટી ઈન્ડેક્સની મજબૂતાઈને કારણે બજારમાં ગ્રીન નિશાન સાથે વૃદ્ધિનો સંકેત જોવા મળ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાના મજબૂત વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. વધતા શેરોની સંખ્યા 1400 થી વધુ છે અને ઘટતા શેરની સંખ્યા 200 આસપાસ છે.

આજના કારોબારમાં, BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 58.63 પોઈન્ટ વધીને 72,000 ના સ્તર પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે અને NSE નો 50 શેર ઈન્ડેક્સ નિફ્ટી 38.15 પોઈન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 21,775 ના સ્તર પર ખુલ્યો છે. BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 22 સારા ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ વધતા 22 શેરોમાં, વિપ્રો 1.34 ટકા અને ટાટા મોટર્સ 1.16 ટકા વધીને ટોપ ગેઇનર છે. ભારતી એરટેલ 1.11 ટકા, ઇન્ફોસિસ 1.07 ટકા અને ટેક મહિન્દ્રા 1.04 ટકા ઉપર છે. TCSમાં 0.92 ટકાનો ઉછાળો છે અને તેના આધારે જોઈ શકાય છે કે સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં IT શેરોનો દબદબો છે.

આજે નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેરો ગ્રીન બુલિશ સાઇનમાં અને 11 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 1.63 ટકા અને ટાટા મોટર્સ 1.39 ટકા ઉપર છે. હિન્દાલ્કો 1.36 ટકા અને વિપ્રો 1.30 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 1.05 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહી છે. બજારના પ્રી-ઓપનિંગના ઉત્તમ સંકેતો હતા અને GIFT નિફ્ટી 90.80 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઉછાળા સાથે 21966ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આ અસરને કારણે સ્થાનિક શેરબજારની શરૂઆતે નિફ્ટી 50 22,000ની સપાટી વટાવી જવાના સારા સંકેતો હતા.

EPACK ડ્યુરેબલ IPOનું આજે લિસ્ટિંગ. BSE પર રૂ. 225 પર લિસ્ટ થયો. શેરબજારમાં EPACK ડ્યુરેબલ IPOને હળવો પ્રતિસાદ મળ્યો. લિસ્ટિંગ પહેલા, તે BSE પર રૂ. 225 પ્રતિ શેરના ભાવે સેટલ થયા હતા અને Epack Durableના શેર NSE પર 4 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 221 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. આઈપીઓમાં ઈપેક ડ્યુરેબલના શેરની ઈશ્યુ કિંમત રૂ. 230 હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત : મહેસુલ વિભાગ કર્યા ધરખમ ફેરફાર, 29 મામલતદારોની બદલી અને ગેસ કેડરના 12 અધિકારીઓના પોસ્ટિંગના આદેશ

આ પણ વાંચો:Land For Jobs Case/50 સવાલોના જવાબ આપ્યા બાદ લાલુને ED તરફથી મળશે રાહત, 7 કલાક સુધી ચાલી રહી છે પૂછપરછ

આ પણ વાંચો:US Visa/અમેરિકન વિઝા મેળવવું બનશે સરળ, આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો,ભારતીયોને થશે લાભ