Gujarat Election/ ભાજપ ઉમેદવારની યાદી આજે બહાર નહીં પાડે, આવતીકાલે કરશે જાહેર!

દિલ્હીમાં ચાલી રહી હતી જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપરાંત સીઆર પાટીલ અને અમીત શાહ અને પીએમ મોદી સહિત સમગ્ર પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર હતા.

Top Stories Gujarat
5 11 ભાજપ ઉમેદવારની યાદી આજે બહાર નહીં પાડે, આવતીકાલે કરશે જાહેર!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામ ફાઇનલ કરી લીધા છે પરતું તેને આજે જાહેર નહીં કરે ,આવતીકાલે જાહેર થશે. દિલ્હીમાં ચાલી બેઠકમાં  સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપરાંત સીઆર પાટીલ અને અમીત શાહ અને પીએમ મોદી સહિત સમગ્ર પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર હતા. જેમાં આ તમામ ઉમેદવારોના નામ પર ફાઇનલ મહોર લાગી હતી. પરંતુ રાત્રે પત્રકારો રાહ જોતા રહ્યા અને મોડુ થઇ ગયું હોવાના કારણે ઉમેદવારોની યાદી સવારે જાહેર કરવાનો નિર્ણય લેવાઇ ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આજે ઉમેદવારની યાદી જાહેર થવાની હતી જેના પગલે કમલમ ઘાટલોડિયા સહિત શહેરના  અનેક વિસ્તારોમાં આતુરતા પૂર્વક રાજિય નેતાઓ અને કાર્યકરો રાહ જોઇ રહ્યા હતા પરતું આજે ભાજપે ઉમેદવારની યાદી જાહેર કરી નથી,

ઉલ્લેખનીય છે કે, નવા નામો જાહેર થાય તે પહેલા જ નાટકીય રીતે આ તમામ દિગ્ગજ નેતાઓએ પોતે ચૂંટણી નથી લડવાના તે પ્રકારના લખેલા પત્રો વાયરલ થવા લાગ્યા હતા. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય સમિતીની બેઠક એક તરફ ચાલી રહી હતી અને બીજી તરફ એક પછી એક દિગ્ગજ નેતાઓ પોતે ચૂંટણી નહી લડે તેવી જાહેરાતો કરતા હતા.