Not Set/ આ છે ગુજરાત વિધાનસભાના સ્પીકરપદનો રસપ્રદ ઈતિહાસ

નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા અને જ્ઞાતિવાદી ગણિત પ્રમાણે લોહાણા સમાજના ત્રીજા સ્પીકર

Gujarat Others Trending
લોહાણા સમાજ

ગુજરાતના નવા સ્પીકર તરીકે ભૂજના ધારાસભ્ય નીમાબેન આચાર્યની બીનહરીફ વરણી થતાંની સાથે તેઓ રાજ્યના પ્રથમ મહિલા સ્પીકર બની રહ્યા છે. ભૂજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય બે વખત એક્ટીંગ સ્પીકર બની ચૂક્યા છે. હવે તેમને કાયમી સ્પીકર બનવાનો લાભ મળ્યો છે. જ્ઞાતિવાદી સમીકરણ પ્રમાણે ચૂંટણી પહેલા નવા પ્રધાનમંડળની રચનામાં લગભગ તમામ જ્ઞાતિવાદી સમીકરણ જળવાયા બાદ હવે નીમાબેન આચાર્યને સ્પીકર બનાવીને લોહાણા સમાજ ને જાળવી લેવાયાનો દાવો ભાજપના આગેવાનો કરી શકે તેમ છે. જાે કે નીમાબેન ગુજરાત વિધાનસભાના ત્રીજા લોહાણા સ્પીકર બન્યા છે. આ અગાઉ ચીમનભાઈ પટેલ બીજીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ૧૨ નવેમ્બર ૧૯૯૦થી ૧૩ ફેબ્રુઆરી ૧૯૯૧ સુધી પોરબંદરના લોહાણા ધારાસભ્ય શશીકાંત લાખાણી આ પદ સંભાળી ચૂક્યા છે. જ્યારે ૨૧મી ફેબ્રુઆરી ૧૯૯૧થી ૨૧ મી માર્ચ ૧૯૯૫ સુધી હીંમતલાલ મુલાણી આ મહત્ત્વનું પદ સંભાળી ચૂક્યા છે. આમ નીમાબેન ત્રીજા એવા લોહાણા ધારાસભ્ય છે જેમને સ્પીકર પદ મળ્યું છે. જાે કે અગાઉના બે પૈકી શશીકાંતભાઈનો સ્પીકર તરીકનો કાર્યકાળ સાવ ઓછો હતો તો હીંમતભાઈ મુલાણી લગભગ સવા ચાર વર્ષ સુધી આ પદ સંભાળી ચૂક્યા છે. આ બન્નેના કાર્યકાળમાં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ અને છબીલદાસ મહેતા હતા. તો નીમાબેનનો ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય પ્રધાનપદવાળી સરકારના શપથગ્રહણ બાદ પહેલા કાર્યકારી અને પછી કાયમી સ્પીકર બનવાનો લાભ મળ્યો છે. તેઓ હવે નવેમ્બરમાં વિધાનસભાની મુદ્દત પુર્ણ થાય ત્યાં સુધી સ્પીકરપદે રહેશે. તેમની પણ મુદ્દત તો ઓછી જ છે.

jio next 5 આ છે ગુજરાત વિધાનસભાના સ્પીકરપદનો રસપ્રદ ઈતિહાસ
નીમાબેન આચાર્ય કચ્છના લોકપ્રિય ધારાસભ્ય છે તેઓ ૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૦૨માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે અને ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭માં ભાજપના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે. જ્યારે કચ્છના વિધાનસભા મતવિસ્તારોની વાત કરીએ તો નીમાબેન એક-બે નહીં પણ ત્રણ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ૧૯૯૫માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અબડાસામાંથી ચૂંટણી જીતી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતાં. જ્યારે ૧૯૯૮ અને ૨૦૦૨ની ચૂંટણીમાં અંજારની બેઠક પર કોંગ્રેસી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. તેઓ અજેય ધારાસભ્ય છે અને ૧૯૯૫થી ૨૦૨૧ સુધી ગણો તો ૨૬ વર્ષથી ગુજરાત વિધાનસભામાં બેસે છે. તેમણે કેશુબાપા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપભાઈ પરીખ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને હવે ભુપેન્દ્રભાઈ પટેલના સમયમાં ધારાસભ્ય તરીકે અડીખમ છે. સતત છ વાર ચૂંટણી જીતી તેમણે ધારાસભ્ય પદ સતત છ વાર મેળવી ધારાસભ્ય પદની સિક્સર ફટકારી છે. આમ તો પ્રધાનમંડળ માટે તેમનું નામ બોલાતું હતું. પરંતુ આખરે તેમને સ્પીકર બનવાની તક મળી છે. વિપક્ષ અને શાસક બન્ને ભૂમિકા ભજવી હોવાથી તેમને આ તક મળી છે તેવું ગણિત મૂકાય છે.

whtasaap 5 આ છે ગુજરાત વિધાનસભાના સ્પીકરપદનો રસપ્રદ ઈતિહાસ
ઘણા વિવેચકો અને ભાજપના સમર્થકોના મત મુજબ ભાજપે લોહાણા સમાજને સાચવી લેવા સ્પીકર બનાવાયાનું કહે છે. અત્યાર પુરતી વાત બરોબર છે. કારણ કે તેઓ હાલ એકમાત્ર લોહાણા ધારાસભ્ય છે. જાે કે આમેય ૨૦૧૨વાળી વિધાનસભામાં પણ બે જ લોહાણા ધારાસભ્યો હતા. ગુજરાત વિધાનસભાના અગાઉના સમયની જ્ઞાતિવાદી સમીકરણ પ્રમાણે વાત કરીએ તો ૧૯૬૦થી ૨૦૧૭ સુધીની ચૂંટણીઓમાં માત્ર સાતથી આઠ લોહાણા ધારાસભ્યો ચૂંટાયા છે. જેમાં મહેન્દ્ર મશરૂ (જૂનાગઢ)નો કાર્યકાળ ૧૯૯૦થી ૨૦૧૭ સુધીનો એટલે કે ૨૭ વર્ષનો સૌથી લાંબો છે. તેમણે ૨૭ વર્ષ પગાર અને સવલતો લીધા વગર ધારાસભ્યપદ ભોગવ્યું છે. લોહાણા સમાજના રાજ્યના પ્રધાનમંડળમાં પ્રધાનોની વાત કરીએ તો પ્રેમજી ભવાનજી ઠક્કર, નાયબ પ્રધાન તરીકે સાવરકુંડલાના ધારાસભ્ય નવિનચંદ્ર રવાણી સહિત ત્રણ મહાનુભાવોને આ સ્થાન મળ્યું છે તો સાંસદ તરીકે ઉષાબેન ઠક્કર (કચ્છ) જયાબેન ઠક્કર, (બે વખત વડોદરા) અને નવિનચંદ્ર રવાણી (બે વખત અમરેલી)ને સંસદસભ્ય બનવાનો લાભ મળ્યો છે.

whtasaap 6 આ છે ગુજરાત વિધાનસભાના સ્પીકરપદનો રસપ્રદ ઈતિહાસ

ગુજરાત વિધાનસભાની ૧૯૬૦માં રચના થયા બાદ પ્રથમ સ્પીકર કલ્યાણજીભાઈ મહેતા હતાં. તો ૧૯૬૨માં ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવેલી વિધાનસભામાં સ્પીકર તરીકે ફતેહઅલી પાલેજવાળા હતાં. સૌરાષ્ટ્રના રાઘવજીભાઈ લેઉઆ, શશીકાંત લાખાણી, વજુભાઈ વાળાને સ્પીકર પદ સંભાળવાનો મોકો મળ્યો છે તો કચ્છમાં કુંદનલાલ ધોળકિયા અને ધીરૂભાઈ શાહ બાદ હવે નીમાબેન ત્રીજા કચ્છી ધારાસભ્ય સ્પીકર બનશે. આમ સૌરાષ્ટ્ર કચ્છના સળંગ ગણીએ તો કુલ સંખ્યા છની થાય. મોટાભાગે સૌરાષ્ટ્ર-કચ્છની ગણતરી સાથે જ થાય છે. જાે કે નીમાબેનને પ્રથમ મહિલા સ્પીકર બનવાનો લાભ મળ્યો છે તે નોંધપાત્ર બાબત કહેવાય. ગુજરાત વિધાનસભામાં એવું ઘણીવાર બન્યું છે કે પહેલા સ્પીકર બનનારા પછી પ્રધાન બન્યા છે. જેમાં ગણપત વસાવા તેમજ રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું નામ ગણી શકાય.
જ્યારે એકવાર પ્રધાન બન્યા પછી તેમને સ્પીકર બનવાનો મોકો મળ્યો છે તે યાદીમાં અશોક ભટ્ટ, વજુભાઈ વાળા, રમણલાલ વોરા એ મુખ્ય છે.
૨૦૨૨ના નવેમ્બરની વિધાનસભા ચૂંટણી છે ત્યારે તે વખતે જે કોઈ રાજકીય સમીકરણો સર્જાય તે પણ અત્યાર સુધીની આ સ્થિતિ છે. ગુજરાત રાજ્યની સ્થાપના પછીના ૬૧ વર્ષમાં ૩૦મીવાર સ્પીકર મળ્યા છે. જેમાં છ થી વધુ વખત એક્ટીંગ સ્પીકર બનનારાઓનો સમાવેશ થાય છે. રીપીટેશન રાઘવજી લેઉઆ અને નટવરલાલ શાહ સિવાય ભાગ્યે જ કોઈને મળ્યું છે. આ છે ગુજરાત વિધાનસભાના સ્પીકર પદનો રસપ્રદ ઈતિહાસ.

બ્લૂટૂથ સ્કૂટર્સ / આ શક્તિશાળી સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી છે, કોલિંગ સાથે અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ

Technology / ચાઇનીઝ ફોન ફેંકી દો અને તેનો ઉપયોગ કરવાનું ટાળો, આ દેશે તેના નાગરિકોને કરી આ અપીલ

Auto / MG Hector નું સસ્તું વેરિએન્ટ થશે બંધ, કેમેરા-ટચસ્ક્રીન જેવી સુવિધાઓ હતી ઉપલબ્ધ