Not Set/ અમદાવાદ/ 7 મહિનાથી બંધ કોચિંગ ક્લાસીસનાં સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે કર્યા ધરણા

કોરોનાની મહામારીમાં છેલ્લા ઘણા મહિનાઓથી ટ્યુશન ક્લાસીસ બંધ હાલતમાં છે. ત્યારે હવે અનલોક- 5 ની નવી ગાઇડલાઇન પણ જાહેર થઈ ગઈ છે, થિયેટર ચાલુ થવાની તૈયારીમાં છે તેવા સંજોગોમાં હજુ પણ ક્લાસીસ ખોલવામાં નથી આવ્યા ત્યારે આજે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સુભાષ બ્રિજ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં 100 કરતા વધુ કોચિંગ કલસીસનાં […]

Ahmedabad Gujarat
578eac9d7152c3a711f80f26900acb3e અમદાવાદ/ 7 મહિનાથી બંધ કોચિંગ ક્લાસીસનાં સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે કર્યા ધરણા
578eac9d7152c3a711f80f26900acb3e અમદાવાદ/ 7 મહિનાથી બંધ કોચિંગ ક્લાસીસનાં સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે કર્યા ધરણા

કોરોનાની મહામારીમાં છેલ્લા ઘણા મહિનાઓથી ટ્યુશન ક્લાસીસ બંધ હાલતમાં છે. ત્યારે હવે અનલોક- 5 ની નવી ગાઇડલાઇન પણ જાહેર થઈ ગઈ છે, થિયેટર ચાલુ થવાની તૈયારીમાં છે તેવા સંજોગોમાં હજુ પણ ક્લાસીસ ખોલવામાં નથી આવ્યા ત્યારે આજે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સુભાષ બ્રિજ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં 100 કરતા વધુ કોચિંગ કલસીસનાં સંચાલકો જોડાયા હતા.

આજે કલેકટર કચેરી બંધ હોવાથી સુભાસબ્રિજથી કલેક્ટર કચેરી સુધી સંચાલકોએ મૌન પદયાત્રા કરી હતી. કલાસીસ સંચાલકોની માંગ છે કે અત્યારે તમામ પ્રકારનાં ધંધા-રોજગાર ખુલી ગયા છે તો ક્લાસીસ ખોલવાની પણ  પરવાનગી આપવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી. તેઓનું કહેવું છે કે  અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. છેલ્લા સાત મહિનાથી ભાડું અને પગાર ચુકવીને અમે તૂટી ગયા છીએ. સરકાર તાત્કાલિક ધોરણે ટ્યુશન ક્લાસ શરૂ કરવાની ગાઈડલાઇન બહાર પાડે તેવી વિનંતી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર છેલ્લા ઘણા મહિનાઓથી સામાન્ય જનતા પર સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. કોરોના મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉને સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ત્યારે હવે સરકાર દ્વારા અનલોક-5 ની નવી ગાઇડલાઇન જાહેર કરતા ઘણુ બધુ ખોલવાની તૈયારીઓ થઇ રહી છે, ત્યારે હવે ઘણા મહિનાઓથી બંધ રહેલા ટ્યુશન ક્લાસીસને એકવાર ફરી શરૂ કરવા માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ આગળ આવીને સરકાર પાસે ટ્યુશન ક્લાસીસ ખોલવાની માંગ કરી રહ્યુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.