શિક્ષણ/ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને મળશે માસ પ્રમોશન

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat
Untitled 3 8 રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને મળશે માસ પ્રમોશન

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા બેવર્ષથી કોરોના ને લઈ બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડી છે. જેને લઈ  સરકાર દ્વારા વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિમાણ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે. સતત બીજ વર્ષે વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.

પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્ધિતિય સત્રાંત (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિમાણની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.