લાલબત્તી સમાન કિસ્સો/ પાંચ વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રુ અને પછી જે થયું…

5 વર્ષીય પુત્ર ચહલ રમતાં રમતાં 6 સેમીનો સ્ક્રૂ ગળી ગયો હતો. જે બાદ બાળકને ઉલટીઓ થતા તેણે માતાને જાણ કરી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 72 3 પાંચ વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રુ અને પછી જે થયું...

Surat News: સુરતની સિવિલ હોસ્પિટલમાં એક પાંચ વર્ષીય બાળકને સ્ક્રુ ગળી ગયેલી હાલતમાં લાવવામાં આવ્યો હતો. તાત્કાલિક જ બાળકને ડોકટરોએ સારવાર આપી હતી.બાળકના ફેફસામાં શ્વાસ નળીની ડાબી બાજુ એ સ્ક્રુ ફસાયા હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરે તાત્કાલિક જ બ્રોન્કોસ્કોપી દ્વારા સ્ક્રુ બહાર કાઢી બાળકને જીવિત બચાવ્યું હતું.

સુરતના નવાપુરમાં રહેતા સાજણભાઈ ગામીત નો પાંચ વર્ષનો પુત્ર રમતા રમતા સ્ક્રુ ગળી ગયો હતો. બાળકને ઉલટીઓ થતા  તાત્કાલિક જ માતા-પિતા તેમને સારવાર અર્થે સૌ પ્રથમ નંદુરબાર લઈ ગયા હતા તે દરમ્યાન બાળકનો એક્સરે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકના ફેફસામાં શ્વાસનળીની ડાબી બાજુના મુખે સ્ક્રુ ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા નંદુરબાર થી તાત્કાલિક જ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ તાત્કાલિક જ બાળકને સારવાર અર્થે લઈ લીધો હતો અને બ્રોન્કોસ્કોપી ની મદદથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો.બાળકને સમયસર સારવાર મળી જતા બાળકનો જીવ બચી ગયો હતો. આ કિસ્સો માતા-પિતા માટે પણ લાલબત્તી સમાન છે કારણકે પોતાનું બાળક એકલા રમતા રમતા શુ કરે છે તે તરફ પણ ધ્યાન આપવું જોઈએ.સમયસર આ બાળકને સારવાર મળી જતા બાળકો જીવ તો બચી ગયો પરંતુ થોડી ચૂક થાય તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતો.


whatsapp ad White Font big size 2 4 પાંચ વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રુ અને પછી જે થયું...


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો