Not Set/ મમતાએ કહ્યું- હું પણ ચંડી પાઠ કરું છું, ચૂંટણી પછી જોઇશ કે જીભમાં કેટલું જોર છે

બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)ની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ નંદીગ્રામથી મમતા બેનર્જી (Mamata Banerjee)એ હુંકાર ભરી દીધો છે. મમતા બેનર્જી બુધવારના અહીંથી ફૉર્મ ભરશે. આ પહેલા મંગળવારના એક જનસભામાં મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર નિશાન સાધ્યું હતુ. સાથે જ બીજેપીને હિન્દુત્વની રાજનીતિ પર શિખામણ પણ આપી. બીજેપીના હિન્દુ કાર્ડ પર […]

Top Stories India Politics
mamatabanerjee 1613389051 મમતાએ કહ્યું- હું પણ ચંડી પાઠ કરું છું, ચૂંટણી પછી જોઇશ કે જીભમાં કેટલું જોર છે

બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)ની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ નંદીગ્રામથી મમતા બેનર્જી (Mamata Banerjee)એ હુંકાર ભરી દીધો છે. મમતા બેનર્જી બુધવારના અહીંથી ફૉર્મ ભરશે. આ પહેલા મંગળવારના એક જનસભામાં મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર નિશાન સાધ્યું હતુ. સાથે જ બીજેપીને હિન્દુત્વની રાજનીતિ પર શિખામણ પણ આપી. બીજેપીના હિન્દુ કાર્ડ પર મમતા બેનર્જીએ કહ્યું કે, હું પણ હિંદુ છું અને મારી સાથે હિંદુ કાર્ડ ના રમો. હું સવારે ચંડી પાઠ કરીને નીકળું છું. હું ચંડી પાઠ સંભળાવી રહી છું, જે હિંદુ-મુસલમાન કરી રહ્યા છે સાંભળી લે. પગ ખેંચીને જૂઠ ના બોલો. આવનારા દિવસમાં નંદીગ્રામનું મૉડલ તૈયાર કરીશ.

જનતાને મમતાએ કહ્યું કે, એક એપ્રિલે તેમને એપ્રિલ ફૂલ કરી દેજો. એક એપ્રિલે ‘ખેલા’ થશે. ચૂંટણી પછી જોઇશ કે જીભમાં કેટલું જોર છે. મિઠાઈ ખાઓ, જીભની કડવાશ મટશે. મમતાએ કહ્યું કે, બીજેપી જૂના સીપીએમને અહીં લઇને આવી છે જેમણે તમારા પર અત્યાચાર કર્યો હતો. તેમને અહીં ના ઘૂસવા દેતા. આ વખતે મહા શિવરાત્રી અહીં જ મનાવીશ. જળ ચઢાવીને અહીંથી જઇશ. મમતાએ કહ્યું કે, ગામની દીકરી છું. મેં પહેલાથી જ વિચારી રાખ્યું હતુ કે, આ વખતે નંદીગ્રામ અથવા સિંગુરથી ચૂંટણી લડીશ. હું નંદીગ્રામને વિકાસ મૉડલ બનાવવા ઇચ્છુ છું.

મમતાએ કહ્યું- …તો હું ફૉર્મ નહીં ભરું

મમતાએ કહ્યું કે, તમે લોકોએ મારો સ્વીકાર કર્યો છે એટલે નંદીગ્રામ આવી છું. જો તમને મારી અહીંથી ચૂંટણી લડવી ખોટું લાગે છે તો હું ફૉર્મ નહીં ભરું. તમારા લોકોની સ્વીકૃતિ બાદ જ નામાંકન દાખલ કરીશ. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી ત્રણ દિવસ નંદીગ્રામમાં રહેશે. 10 માર્ચના નામાંકન દાખલ કરશે. તેમનો મુકાબલો બીજેપીના શુભેંદુ અધિકારી સામે છે, જેઓ ક્યારેક મમતાના ઘણા નજીકના હતા. તેમણે કહ્યું કે, જ્યારે નંદીગ્રામમાં આંદોલન થઈ રહ્યું હતુ તો મારા ઘરે કાલી પૂજા થઈ રહી હતી.

નંદીગ્રામ જવાથી મમતાને રોકવાનો પ્રયત્ન થયો હતો

મમતાએ કહ્યું કે, જે રીતે 14 માર્ચના ગોળી ચાલી હતી એ સૌને યાદ છે. હું નંદીગ્રામમાં એકલી જઇ રહી હતી. મને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. રાજ્યપાલે મને ફોન કરીને કહ્યું હતુ કે, રાત્રે તમારે નંદીગ્રામ ના જવું જોઇએ. તમામ અત્યાચાર છતા હું પાછી ના હટી. મારા ઉપર ગોળી પણ ચલાવવામાં આવી હતી, પરંતુ હું બંગાળ માટે અડગ રહી. આવામાં એવા લોકોએ અમારી સાથે આવવું જોઇતુ હતુ, પરંતુ ના આવ્યા.