વરસાદ/ ભારે વરસાદનાં કારણે અમદાવાદમાં Visibility થઇ ઓછી, નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

રાજ્યમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહી વરસાદી તાંડવ યથાવત છે.

Top Stories Ahmedabad Gujarat
11 216 ભારે વરસાદનાં કારણે અમદાવાદમાં Visibility થઇ ઓછી, નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
  • અમદાવાદ શહેરમાં ભારે વરસાદ
  • સોલા વિસ્તારમાં વીજળીનાં કડાકા સાથે વરસાદ
  • એક કલાકથી પડી રહ્યો છે ભારે વરસાદ
  • નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
  • પ્રિ-મોનસુન કામગીરીની ખુલી પોલ
  • અમદાવાદમાં ચોતરફ પાણી-પાણી
  • કોઇ સ્થળે વીજળી પડયાની બની ઘટના
  • એકાએક વરસાદ તુટી પડતાં વિઝિબિલીટીને અસર
  • ગુરુકુળ વિસ્તારમાં વીજળીનાં કડાકા સાથે વરસાદ

રાજ્યમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહી વરસાદી તાંડવ યથાવત છે. શહેરનાંં લગભગ તમામ વિસ્તારોમાં વરસાદે પોતાનું જોર પકડ્યુ છે. શહેરનાં સોલા વિસ્તારમાં વીડળીનાં કડાકા સાથે વરસાદ નોંધાયો છે. સતત એક કલાકથી વરસાદ પડી રહ્યો છે. શહેરનાં નીચાણવાળા વિસ્તાર ભારે વરસાદનાં કારણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદે પ્રિ-મોનસુન કામગીરીની પણ પોલ ખોલી દીધી છે.

આ પણ વાંચો – વરસાદ / ‘ગુલાબ’ ની અસર ગુજરાતમાં, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ ગાજવીજ સાથે પડી રહ્યો છે વરસાદ

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં સવારથી સતત પડી રહેલા વરસાદનાં કારણે Visibility ને પણ અસર થઇ છે. એસ.જી.હાઇવે પર આવેલા ગુરુકુળ વિસ્તારમાં વીજળીનાં કડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વળી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી પડી રહેલા ભારે વરસાદે રાજ્યનાં રોડ-રસ્તાઓની પોલ ખોલી દીધી છે. ઘણા રોડ-રસ્તાઓમાં વરસાદનાં કારણે ખાડા પડી ગયા છે.

  • અમદાવાદમાં રોડ રસ્તાની બિસ્માર હાલત
  • સામાન્ય વરસાદ થતાં રોડ રસ્તા ધોવાયા
  • વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી
  • સરકારે રસ્તા બનાવવા કરેલ ખર્ચ પાણીમાં ધોવાયો
  • જનતાએ લગાવ્યો તંત્ર પર ભ્રષ્ટાચારનો આરોપ

જણાવી દઇએ કે, રાજ્યનાં 21 રસ્તાઓ વરસાદનાં કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત-રાજકોટનાં 1-1 સ્ટેટ હાઇ-વે બંધ કરી દેવામાં આવ્યા છે. પંચાયત હસ્તકનાં 19 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ઢિંચણસમા થયા હોવાના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થતા વાહનવ્યવહાર સ્થગિત થયા છે. અમદાવાદમાં રોડ અને રસ્તાની બિસ્માર હાલતનાં કારણે હવે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારે રસ્તા બનાવવા કરેલ ખર્ચ પાણીમાં ધોવાયો હોવાનુ દેખાઇ રહ્યુ છે. જનતા દ્વારા તંત્ર પર ભષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો –Covid-19 / વિશ્વમાં કોરોનાથી 47.4 લાખ લોકોનાં મોત, ભારતમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદ પડશે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. જણાવી દઇએ કે, રાજ્યમાં 29 અને 30 તારીખે ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગનાં મતે 29 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 30 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…