ICC Meeting/ ICC કમિટીમાં જય શાહની એન્ટ્રી, મળી મોટી જવાબદારી, રમીઝ રાજાને લાગ્યો આંચકો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હવે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવા જઇ રહી છે. દક્ષિણ આફ્રિકા ICC અંડર-19 T20 વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે.

Top Stories Sports
Untitled 6 4 ICC કમિટીમાં જય શાહની એન્ટ્રી, મળી મોટી જવાબદારી, રમીઝ રાજાને લાગ્યો આંચકો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હવે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવા જઇ રહી છે. દક્ષિણ આફ્રિકા ICC અંડર-19 T20 વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)માં મહત્વની જવાબદારી મળી છે. જય શાહને ICC મેન્સ ક્રિકેટ કમિટીના સભ્ય બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રવિવારે ICCની ત્રિમાસિક બેઠકમાં આની જાહેરાત કરવામાં આવી હતી.

મેન્સ ક્રિકેટ કમિટીમાં સામેલ સભ્યો:

મહેલા જયવર્દને – ભૂતપૂર્વ ખેલાડી પ્રતિનિધિ (પુનઃનિયુક્તિ)
ગેરી સ્ટેડ – રાષ્ટ્રીય ટીમના કોચ પ્રતિનિધિ
જય શાહ – સભ્ય મંડળના પ્રતિનિધિ
જોએલ વિલ્સન – ICC એલિટ પેનલ અમ્પાયર
જેમી કોક્સ – MCC પ્રતિનિધિ

ટી20 વર્લ્ડ કપને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે 12 ટીમોને સીધી એન્ટ્રી આપવામાં આવશે. 2022 T20 વર્લ્ડ કપ ઈવેન્ટની ટોચની આઠ ટીમો, યજમાન રાષ્ટ્રો (વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ) સાથે, T20 રેન્કિંગ ટેબલમાં આગામી સૌથી વધુ ક્રમાંકિત ટીમોનો સમાવેશ કરશે. જો વેસ્ટ ઈન્ડિઝ ટોપ આઠમાં સ્થાન મેળવે છે, તો ત્રણ ટીમો રેન્કિંગના આધારે આગળ વધશે.

બાકીની આઠ જગ્યાઓ પ્રાદેશિક લાયકાત પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. જેમાં આફ્રિકા, એશિયા અને યુરોપની બે-બે ટીમો અને અમેરિકા અને EAPની એક-એક ટીમનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટેની ક્વોલિફિકેશન પ્રક્રિયા પર પણ સહમતિ બની હતી.

રમીઝ રાજાનો પ્રસ્તાવ ફગાવી દીધો

બીજી તરફ, ચાર દેશો (ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા) વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન કરવાના PCB અધ્યક્ષ રમીઝ રાજાના પ્રસ્તાવને ICCએ સર્વસંમતિથી ફગાવી દીધો છે.

હવે મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ

ICC હવે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા ICC T20 વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે, જેમાં 16 ટીમો વચ્ચે 41 મેચ રમાશે.

ICC મહિલા ચેમ્પિયનશિપને દસ ટીમોમાં વિસ્તરણ કરવાના તાજેતરના નિર્ણયને પગલે, ICC હવે કેટલાક એસોસિએટેડ દેશોને મહિલા ODI દરજ્જો આપશે, જેથી તેઓ રેન્કિંગના આધારે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરી શકે. ICC બોર્ડને અફઘાનિસ્તાન વર્કિંગ ગ્રૂપ તરફથી અપડેટ પ્રાપ્ત થયું છે જેમાં બોર્ડમાં ACB પ્રતિનિધિ તરીકે મીરવાઈસ અશરફની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે.