બેઠક/ રાજ્યમાં આજે બનેલી હિંસા મામલે ગાંધીનગરમાં રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવની બેઠક

રાજ્યમાં અસમાજિક તત્વો શાંતિ ડહોળાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેના લીધે આજે હિમતનગર અને ખંભાતમાં હિંસા ભડકી હતી જેના લીધે સરકાર સજાગ બનીને અગમચેતી પગલાં ભરી રહી છે

Top Stories Gujarat
2 20 રાજ્યમાં આજે બનેલી હિંસા મામલે ગાંધીનગરમાં રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવની બેઠક
  • રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાને લઈ બેઠક
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક
  • ગાંધીનગરમાં રાત્રે 11:30 કલાકે યોજાશે બેઠક
  • વર્તમાન સ્થિતિ મુદ્દે બેઠકમાં થશે ચર્ચા
  • હિંમતનગર, ખંભાત અને દ્વારકા હિંસાને લઈ ચર્ચા

રાજ્યમાં અસમાજિક તત્વો શાંતિ ડહોળાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેના લીધે આજે હિમતનગર અને ખંભાતમાં હિંસા ભડકી હતી જેના લીધે સરકાર સજાગ બનીને અગમચેતી પગલાં ભરી રહી છે ,જેના અતર્ગત  મોડીરાત્રે ગાંધીનગરમાં બેઠક યોજાવવાની છે. રામનવમીની શોભાયાત્રમાં પથ્થરમારાને લઇને બેઠક યોજાવવાની છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે રાત્રે 11;30 કલાકે ગાંધીનગરમાં બેઠક યોજાશે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ બેઠકનું સત્વરે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ખંભાત,હિમતનગર,અને દ્વારકાને લઇને હિંસા મામલે ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે    હિંમતનગરમાં રામનવમીની  ધામધૂમથી ઉજવણી થઇ રહી હતી. રામનવમી નિમિતે હિંમતનગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાના બનાવને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના 5 શેલ પણ છોડ્યા હતા. દરમિયાન બંને જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસના વાહનોમાં પણ તોડફોડની ઘટના બની હતી.

આણંદ જિલ્લાના ખંભાત શક્કરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો.