Rajasthan/ કોણ છે ભજનલાલ શર્મા, જેના માથે રાજસ્થાનના સીએમનો તાજ મુકાયો?

બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારી અને પ્રેમચંદ્ર બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

Top Stories India Politics
WhatsApp Image 2023 12 12 at 4.55.52 PM કોણ છે ભજનલાલ શર્મા, જેના માથે રાજસ્થાનના સીએમનો તાજ મુકાયો?

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટેના સસ્પેન્સનો આજે ભજનલાલ શર્માના નામ સાથે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના તમામ ધારાસભ્યોની બેઠકમાં આ નામને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારી અને પ્રેમચંદ્ર બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જ્યારે વાસુદેવ દેવનાની વિધાનસભાના સ્પીકર હશે. ભજન લાલ શર્મા ભરતપુરથી આવે છે અને આ ચૂંટણીમાં તેમણે પાર્ટી માટે સાંગાનેર સીટ જીતી છે.

રાજસ્થાનના સીએમનો તાજ હાંસલ કરનાર ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભાથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય અશોક લુહાટીની ટિકિટ રદ કરીને ભજનલાલ શર્માને આપી હતી. ભજનલાલ શર્માએ કોંગ્રેસના ઉમેદવાર પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 મતોથી હરાવ્યા છે.

કોંગ્રેસે એ હકીકત પર પણ વિવાદ કર્યો હતો કે તેમને આ બેઠક પરથી બહારના વ્યક્તિ – પેરાચુટિયા ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા. છતાં ભજનલાલ શર્માએ સાંગાનેરને જંગી સરસાઈથી જીતી લીધી છે. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે. રાજસ્થાનમાં સામાન્ય વર્ગ મજબૂત ચહેરા તરીકે ઓળખાય છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પમ વાંચો: