Covid-19/ દેશમાં આજે કોરોનાનાં કેસમાં નજીવો વધારો, પોઝિટિવિટી રેટ થયો 4.5%

દુનિયામાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે. જ્યારે ભારતમાં કોરોનાની ગતિ હવે ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે પરંતુ મૃત્યુઆંક હજુ પણ ભયાનક છે.

Top Stories India
ગુજપાક 4 દેશમાં આજે કોરોનાનાં કેસમાં નજીવો વધારો, પોઝિટિવિટી રેટ થયો 4.5%

દુનિયામાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે. જ્યારે ભારતમાં કોરોનાની ગતિ હવે ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે પરંતુ મૃત્યુઆંક હજુ પણ ભયાનક છે.

આ પણ વાંચો – વિવાદ / કર્ણાટકમાં હિજાબ વિવાદ વધતા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલલાએ ભારતીય નેતાઓને કરી આ અપીલ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને સરકારો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 71,365 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 5.5% વધુ છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 1217 લોકોનાં મોત થયા છે, જેમાંથી 824 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 5,05,279 થઈ ગયો છે. ભારતનો સક્રિય કેસ લોડ હાલમાં નવ લાખથી ઘટીને 8,92,828 પર આવી ગયો છે, કુલ કેસનો સક્રિય દર પણ ઘટીને 2.11% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 4.5% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,70,87,06,705 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 53,61,099 લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ હાલમાં 96.70% છે. છેલ્લા 24 કલાકમાં 1,72,211 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,10,12,869 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 15,71,726 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનાથી દેશમાં ટેસ્ટની કુલ સંખ્યા 74,46,84,750 થઈ ગઈ છે.

કોરોના સામે રક્ષણ માટે રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, દિલ્હીમાં 82 ટકાથી વધુ કિશોરોને એન્ટી-કોરોનાવાયરસ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સરકાર લોકોને કોરોનાથી બચવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા સતત અપીલ કરી રહી છે. સરકાર લોકોને માસ્ક પહેરવા અને ઘરની બહાર નીકળતી વખતે સામાજિક અંતરનું પાલન કરવા અંગે જાગૃત કરી રહી છે.