Not Set/ રાજકોટ જીલ્લાનાં 9 ડેમ ભરાયા – 15 ઓરવફેલો, હેઇ એલર્ટ જાહેર – અધિકારીઓની રજા રદ્દ

સૌરાષ્ટ્રભરમાં અત્ર તત્ર સર્વત્ર ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લો હાઇએલર્ટ પર હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર હાઇએલર્ટ પર જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ જીલ્લા કલેક્ટરે આ મામલે CM રુપાણી સાથે વાતચીત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જીલ્લાનાં 9 ડેમો ભરાય ગયા છે, જ્યારે 15 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જીલ્લામાં […]

Gujarat Rajkot
c0497e3aa4289c8f7b6d3e1a83c31b45 રાજકોટ જીલ્લાનાં 9 ડેમ ભરાયા - 15 ઓરવફેલો, હેઇ એલર્ટ જાહેર - અધિકારીઓની રજા રદ્દ

સૌરાષ્ટ્રભરમાં અત્ર તત્ર સર્વત્ર ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લો હાઇએલર્ટ પર હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર હાઇએલર્ટ પર જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ જીલ્લા કલેક્ટરે આ મામલે CM રુપાણી સાથે વાતચીત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જીલ્લાનાં 9 ડેમો ભરાય ગયા છે, જ્યારે 15 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જીલ્લામાં 4 ડેમ 90% અને 6 ડેમ 70 % થી વધુ ભરાઇ ગયા છે. વરસાદની આગાહી અને ડેમોની સ્થિતિની સમીક્ષા બાદ જીલ્લામાં SDRF ની ટિમને રાજકોટમાં તૈનાત કરવામાં આવશે અને જીલ્લા કલેક્ટર રામીયા મોહન દ્વારા તમામ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. તમામ અધિકારીઓને પોતાની ફરજ પર હાજર રહેવા તાકીદે સુચના પણ આપી દેવામા આવી છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત પર સર્જાયેલું લો-પ્રેશર હવે સાક્લોનિક્લ એર સર્ક્યુંલેશનમાં પરિવર્તીત થયુ હેવાનાં કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ હજુ ભારે થી અતિભારે વરસાદ પડશે તેવી ભીંતી જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews