Not Set/ હોટલ, રેસ્ટોરન્ટ સહીત અન્ય વ્યવસાય માલિકોને સરકારની મોટી રાહત, આ સમય મર્યાદા દરમિયાન ગ્રાહકોને બેસાડી શકાશે

• રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

Top Stories Gujarat Others
nagative 3 હોટલ, રેસ્ટોરન્ટ સહીત અન્ય વ્યવસાય માલિકોને સરકારની મોટી રાહત, આ સમય મર્યાદા દરમિયાન ગ્રાહકોને બેસાડી શકાશે
  • હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને સરકારની મોટી રાહત
  • સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકોને બેસાડી શકાશે
  • 50 ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે
  • 11 જૂનથી 26 જૂન સુધી આ નિર્ણય અમલી રહેશે
  • ટેકઅવે રાત્રે 9 સુધી,હોમ ડિલીવરી રાત્રે 12 સુધી છૂટ
  • વેપાર,ધંધાને પણ વધુ એક કલાકની રાહત અપાઈ
  • હવે સાંજે 7 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો

કોરોના વાઇરસની બીજી લહેરે ગજરાત રાજ્યમાં કાળો કહેર મચાવ્યો છે. જેને લઇ તમામ પ્રકારના વુવ્સાયો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. જે  હવે કોરોનાનો કહેર ઘટતા દુર કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નગે કેટલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે.

nagative 4 હોટલ, રેસ્ટોરન્ટ સહીત અન્ય વ્યવસાય માલિકોને સરકારની મોટી રાહત, આ સમય મર્યાદા દરમિયાન ગ્રાહકોને બેસાડી શકાશે

• રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન ૨૦૨૧ થી ૨૬ જૂન ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે.• ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે
રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ ૧૧ જૂન રાત્રે ૯ થી તારીખ ૨૬ જુન ૨૦૨૧ ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે
• તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે
• વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬ થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે
• જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે
• રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે
• રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે
• રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

• શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ ૬૦% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે