જેમ જેમ દિવસ પસાર થઇ રહ્યા છે તેમ તેમ ગરમીનો પ્રકોપ વધતો જાય છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો બે દિવસ હિટવેવની સ્થિતિ સર્જાતા સૌ કોઇએ ઘરની બહાર પણ નિકળવાનું ટાળ્યું છે.ગરમીથી બચવા માટે લોકો લીંબુનું શરબત, નારિયેળ પાણી અને શેરડીનો રસ પી રહ્યા છે.
તો બીજી તરફ વાત કરીએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ગરમીમાં ઘટાડો થયો છે.અરબી સમુદ્ઘમાં પવનોની દિશા બદલાતા પવનમાં ભેજ હોવાથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લોકોને ગરમીથી રાહત મળશે.