Not Set/ મોદી સરકાર મુસલમાન અને પાકિસ્તાન વિરોધી છે, નથી ઇરછતા શાંતિ: પીએમ ઇમરાન ખાન

પાકિસ્તાનના ઇમરાન ખાને મોદી સરકારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ઇમરાન ખાને વોશિગ્ટન પોસ્ટ સાથે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે ભારત એ મુસલમાન અને પાકિસ્તાન વિરોધી છે. મારા તરફથી શાંતિ માટે જેટલા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે તેને ભારત સરકાર નાકામયાબ કરી દે છે. મુંબઈ હુમલા વિશે તેમણે કહ્યું હતું કે આતંકવાદને લઈને આ […]

Top Stories World Trending
62876 imran khan reuters મોદી સરકાર મુસલમાન અને પાકિસ્તાન વિરોધી છે, નથી ઇરછતા શાંતિ: પીએમ ઇમરાન ખાન

પાકિસ્તાનના ઇમરાન ખાને મોદી સરકારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ઇમરાન ખાને વોશિગ્ટન પોસ્ટ સાથે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે ભારત એ મુસલમાન અને પાકિસ્તાન વિરોધી છે.

મારા તરફથી શાંતિ માટે જેટલા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે તેને ભારત સરકાર નાકામયાબ કરી દે છે.

મુંબઈ હુમલા વિશે તેમણે કહ્યું હતું કે આતંકવાદને લઈને આ સમસ્યાનો પણ અમે જલ્દીથી નીવેડો લાવવા માંગીએ છીએ.

વધુમાં તેમણે કહ્યું હતું કે હું અમેરિકાને પૂછવા માંગું છુ કે અમારે ત્યાં આતંકીનું સંગઠન ક્યાં આવેલું છે ? ૨૬/૧૧ ના મુંબઈ હુમલા સાથે પાકિસ્તાનનું કઈ લેવા દેવા નથી.

ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં હતો. પાકિસ્તાનનનો તેમાં કોઈ હાથ નહતો.

પીએમ ઇમરાન  ખાને કહ્યું કે ૧૯૮૦માં તાલીબાન વિરુદ્ધ લડાઈમાં અમેરિકાની મદદ કરવા બદલ અમને શું મળ્યું, અમારા ૮૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા. આ લડાઈને લીધે પાકિસ્તાનને સાડા દસ લાખનું નુકસાન પહોચ્યું હતું.

આજે પાકિસ્તાનમાં કોઈ રોકાણ પણ નથી કરતું કે અહિયાં રમવા માટે કોઈ ટીમ પણ નથી આવતી.

હાલમાં જ પાકિસ્તાને ભારતને સાર્ક સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ દેશના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે વાતચીત અને આતંકવાદ બંને સાથે ન થઇ શકે.

તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાનનું પદ સંભાળ્યા પછી પ્રથમ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ભારત એક પગલું આગળ વધશે તો અમે ૨ પગલા આગળ વધશું.


જો કે પંજાબના મંત્રી નવજોત સિદ્ધ સાથે પીએમ ઇમરાન ખાનના સારા સંબંધો છે.