Not Set/ આદલસર ગામના ખેડુતોને 2019માં થયેલ અતિવૃષ્ટિના નુકશાનનો વીમો નહિ મળતા સરકાર અને વીમા કંપની સામે ઠાલવ્યો રોષ

લખતર તાલુકાના આદલસર ના ખેડુતો દ્વારા જણાવેલી વિગત મુજબ તેઓ દ્વારા 2019માં પાક ધિરાણ લીઘું હોય સરકાર દ્વારા તેમના ધિરાણ માંથી પાક વીમો કાપી લઈ, યુનિવર્સલ સેમ્પો નામની પાક વીમા કંપનીમાં

Gujarat
devji 11 આદલસર ગામના ખેડુતોને 2019માં થયેલ અતિવૃષ્ટિના નુકશાનનો વીમો નહિ મળતા સરકાર અને વીમા કંપની સામે ઠાલવ્યો રોષ

દેવજી ભરવાડ@મંતવ્ય ન્યુઝ, સુરેન્દ્રનગર

લખતર તાલુકાના આદલસર ના ખેડુતો દ્વારા જણાવેલી વિગત મુજબ તેઓ દ્વારા 2019માં પાક ધિરાણ લીઘું હોય સરકાર દ્વારા તેમના ધિરાણ માંથી પાક વીમો કાપી લઈ, યુનિવર્સલ સેમ્પો નામની પાક વીમા કંપનીમાં તેઓનો વીમો 15.7.2019 ના રોજ પ્રીમિયમ ભરી દેવાયું હતું ત્યારબાદ અતિવૃષ્ટિ થતા, ખેડૂતો દ્વારા 20.8.2019 ના રોજ યુનિવર્સલ સેમ્પો કંપનીમાં જાણ કરી હતી.

devji 12 આદલસર ગામના ખેડુતોને 2019માં થયેલ અતિવૃષ્ટિના નુકશાનનો વીમો નહિ મળતા સરકાર અને વીમા કંપની સામે ઠાલવ્યો રોષ

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તા.30.9.2019 ના રોજ યુનિવર્સલ સેમ્પો કંપની ના સર્વેયર ગ્રામસેવક તલાટી કમ મંત્રી આદલસર સરપંચ આદલસર સહિત અંદાજે આઠ વ્યક્તિની ટિમ આદલસર ગામના ખેડૂતોના ખેતરમાં થયેલ નુકશાનીનો સર્વે કરી, 60 % 100 % સુધીના નુકશાની ના રિપોર્ટ તૈયાર કરી ખેડૂતને નકલ આપી જતા રહ્યા પછી, પાક વીમો નહિ ચૂકવતા, તેઓએ પાક વીમા અંગે એગ્રીકલ્ચર વિભાગના સચિવ થી નિયામક ખેતી સુધી રજુઆત કરી હોય અને સચિવ એગ્રીકલ્ચર દ્વારા નિયામક ને યોગ્ય કરવા લેખિત જાણ કરી.

devji 13 આદલસર ગામના ખેડુતોને 2019માં થયેલ અતિવૃષ્ટિના નુકશાનનો વીમો નહિ મળતા સરકાર અને વીમા કંપની સામે ઠાલવ્યો રોષ

આની નકલ અરજદાર ખેડૂતો ને મોકલી હોવા છતાં પાક વીમો નહિ મળતા જગત ના તાત દ્વારા 31.7.2020 ના રોજ વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટ માં કેસ દાખલ કરેલ ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.27.10. 2020 ના રોજ ખેડૂત તરફી ચુકાદો આપી, આઠ અઠવાડિયામાં ખેડૂતને પાક વીમો ચૂકવી દેવા હુકમ કરેલ. છતાં વીમો નહિ ચૂકવતા આદલસર ના પાક મુદ્દે પીડિત જગતના તાત દ્વારા સરકાર અને યુનિવર્સલ સેમ્પો કંપની સામે રોષ ઠાલવી આદલસરના ખેડૂતોની હાલત કફોડી થઈ. જગતના તાત કહેવાતા ખેડૂતો દ્વારા વધુ માં જણાવ્યું હતું કે જેમ દેશ ના ગુજરાત રાજ્ય ના ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, તેમ તેઓને પણ આપઘાત કરવાની નોબત આવશે .સરકાર અને વીમા કંપનીની બેધારી નીતિ સામે આદરના પીડિત ખેડૂતો એ જાહેરમાં રોષ ઠાલવ્યો હતો.

majboor str 12 આદલસર ગામના ખેડુતોને 2019માં થયેલ અતિવૃષ્ટિના નુકશાનનો વીમો નહિ મળતા સરકાર અને વીમા કંપની સામે ઠાલવ્યો રોષ