Not Set/ #વરસાદ : ઉત્તર ગુજરાત પર મેઘો મહેરબાન, ખેડૂતો ખુશ ખુશાલ

ઉત્તર ગુજરાતની જનતા ઘણા લાંબા સમયથી વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. દરમિયાન પાટણ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેથી ખેતરોમાં ઉભા પાકને નવુ જીવતદાન મળ્યું છે. આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. સાબરકાંઠા વિસ્તારમાં […]

Top Stories Gujarat Others
rain file photo #વરસાદ : ઉત્તર ગુજરાત પર મેઘો મહેરબાન, ખેડૂતો ખુશ ખુશાલ

ઉત્તર ગુજરાતની જનતા ઘણા લાંબા સમયથી વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. દરમિયાન પાટણ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેથી ખેતરોમાં ઉભા પાકને નવુ જીવતદાન મળ્યું છે. આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

સાબરકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. મધરાત્રીએ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 તલાકુમાં વરસાદ નોંધાયો છે. જોકે બે તાલુકામાં નોંધાયો નથી. વરસાદની જો વાત કરીએ તો. ઈડરમાં 8 મીમી, ખેડબ્રહ્મા 22 મીમી, તલોદમાં 5 મીમી, પ્રાંતિજમાં 17 મીમી તો હિંમતનગરમાં 47 મીમી વરસાદ નોંધાયો છે.

અરવલ્લીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વહેલી સવારથી મોડાસા, ભિલોડા, શામળાજી સહિત વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો બીજી તરફ મકાઇ, મગફળી, બાજરી અને કપાસ સહિતના પાકોને જીવનદાન મળ્યું હતું. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો હતો. અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.

પાટણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોને મોટી રાહત મળી. વરસાદના આ રાઉન્ડથી ડાંગર, કપાસ, તુવેર અને સોયાબીન જેવા પાકોને જીવતદાન મળ્યું. તો વરસાદથી પાટણના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.

આ ઉપરાંત બાયડના કાવઠ ગામમાં વરસાદ વરસે તે માટે ગ્રામજનોએ પુજા કરી હતી. દરમિયાન વરસાદ વરસતા ભગવાને પ્રાર્થના સાંભળી હોવાથી ગ્રામજનોની ભગવાનની ખાસ આરતી ઉતારીને આભાર માન્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.