Not Set/ #વરસાદ : લાંબા અંતરાલ પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ સવારીથી આનંદની લહેર

સૌરાષ્ટ્ર અને કચ્છ રાજકોટ શહેર અને જીલ્લામાં ગોંડલ, ઘોરાજી, ઉપલેટા સહિતનાં તમામ તાલુકામાં સારો વરસાદ નોંધવામા આવી રહ્યા છે. ગોંડલનાં મેતા ખંભાળિયા, કેશવાળા, સાજડયાળી જેવા ગામોમાં 2થી 3 ઈંચ વરસાદ પડ્યો. તો ભારે વરસાદથી ગોંડલથી અમરેલી અને બગસરાનો રસ્તો બંધ કરાયો છે. જુઓ રાજકોટ જીલ્લામાં કેવો છે વરસાદી માહોલ આ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…… […]

Top Stories Gujarat Rajkot Others
Heavy Rainfall #વરસાદ : લાંબા અંતરાલ પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ સવારીથી આનંદની લહેર

સૌરાષ્ટ્ર અને કચ્છ

રાજકોટ શહેર અને જીલ્લામાં ગોંડલ, ઘોરાજી, ઉપલેટા સહિતનાં તમામ તાલુકામાં સારો વરસાદ નોંધવામા આવી રહ્યા છે. ગોંડલનાં મેતા ખંભાળિયા, કેશવાળા, સાજડયાળી જેવા ગામોમાં 2થી 3 ઈંચ વરસાદ પડ્યો. તો ભારે વરસાદથી ગોંડલથી અમરેલી અને બગસરાનો રસ્તો બંધ કરાયો છે.

જુઓ રાજકોટ જીલ્લામાં કેવો છે વરસાદી માહોલ આ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

કચ્છના માંડવી તાલુકામાં વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. માંડવી તાલુકાના ગઢશીશામાં બપોર બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું..અને સાંજ પડતા સુધીમાં વરસાદ શરૂ થઈ ગયો..

 

અમરેલીનાં, સાવર કુંડલા, તુલસીશ્યામ અને ગીરપંથકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. લાંબા વિરામ અને ઇન્તેજારી પછી વરસેદ વરસાદથી લોકોમાં આનંદ છવાઇ ગયો હતો. તો ગીરમાં ભારે વરસાદથી સાવજોએ ઉંચા ડુંગર પર આશરો લીધો છે. હનુમાનપુર-તાલડા વચ્ચે આવેલા રેવન્યુ વિસ્તારમાં સાવજોએ આશરો લીધો છે. વરસાદી માહોલમાં વનરાજો જોખમ લેવા નથી. હાલ 4 સિંહ પરિવાર ડુંગર પર આશરો લઈ રહ્યાં છે.

જુઓ અમરેલી પંથકમાં કેવો છે વરસાદી માહોલ આ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

ગીર સોમનાથના સુત્રાપાડાના પ્રાચી વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે મગફળી, કપાસ જેવા વાવેતરને જીવનદાન મળ્યું છે. તેમજ જગતના તાતમાં સારા વરસાદને લઈને નવી આશા બંધાઈ છે.

જામનગરમાં વરસાદી ઝાપટા પડતાં વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેથી શહેરના રણજિતસાગર રોડ પર લોકો એકત્રિત થઇ ગયા હતા. અને પ્રિ- મોન્સૂનની કામગીરીને લઇને પીજીવીસીએલની કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રજૂઆત કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

જુઓ સુરેન્દ્રનગર પંથકમાં કેવો છે વરસાદી માહોલ આ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

જૂનાગઢના કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો. ધીમી ધારે પડેલા આ વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા.સાથે જ ગરમીમાંથી પણ રાહત મળી.

સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધવામા આવી રહ્યો છે. પોરબંદરની વાત કરવામા આવે તે મેઘો પોરબંદરમાં મન મુકી વરસતા લોકોની સાથે સાથે ખેડૂતોએ પણ હાસ કારો અનુભવ્યો હતો.

જુઓ પોરબંદર પંથકમાં કેવો છે વરસાદી માહોલ આ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

તો વિશ્વ પ્રસિધ્ધ યાત્રા ધામ દ્વારકામાં પણ મેઘાએ ઘમાકેદાર એન્ટ્રી કરતા લોકોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઇ હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા લોકોમાં દુષ્કાળનો ભય વ્યાપેલો છે ત્યારે ચોમાસું ફરી વિધીવત રીતે સક્રિય થતા લોકોએ હાસ કોરો અનુભવ્યો છે.

જુઓ દ્વારકા પંથકમાં કેવો છે વરસાદી માહોલ આ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…… 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.