Not Set/ કોંગ્રેસ પાર્ટી દલિતવાળી કે દિલવાળી નહીં પણ ડીલવાળી છે : ચિત્રદુર્ગમાં PM મોદી

ચિત્રદુર્ગ, કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ ચુંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર પણ અંતિમ ચરણમાં છે ત્યારે ખાસ કરીને ભાજપ અને વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસ વચ્ચે સીધો જ આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે.. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિત્રદુર્ગમાં એક જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભાને […]

Top Stories India
જ્દ્જદ્દ કોંગ્રેસ પાર્ટી દલિતવાળી કે દિલવાળી નહીં પણ ડીલવાળી છે : ચિત્રદુર્ગમાં PM મોદી

ચિત્રદુર્ગ,

કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ ચુંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર પણ અંતિમ ચરણમાં છે ત્યારે ખાસ કરીને ભાજપ અને વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસ વચ્ચે સીધો જ આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે..

રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિત્રદુર્ગમાં એક જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભાને સંબોધતા તેઓએ કોંગ્રેસ પાર્ટી અને રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું હતું.  કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરતા તેઓએ જણાવ્યું, “જે પાર્ટી ગરીબોનું “વેલફેર” નથી કરી શકતી, ત્યારે અહિયાંના લોકોએ આ પાર્ટીનું “ફેરવેલ” કરી દેવું જોઈએ”.

પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું,

કોંગ્રેસ પાર્ટી ન દલિતવાળી કે ન દિલવાળી, પણ તે ડીલવાળી છે.

કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક વીરો અને વીરાંગનાઓનું અપમાન કર્યુ છે. તેઓનું સન્માન કરવાના બદલે સુલતાનોનું સન્માન કર્યું છે.

કોંગ્રેસે દલિતો અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે.

આઇએ, સ્વચ્છ, સુંદર, સુરક્ષિત કર્ણાટક બનાવીએ, સરકાર બદલીસી, બીજેપી ગેલીસી.

રાજ્યના ખેડૂતોને પાણી જોવે છે. યેદિયુરપ્પાની મુખ્યમંત્રી બન્યા બાદ જે યોજનાઓ હતી, તેને કોંગ્રેસ સરકારે બંધ કરી દીધી છે. પરંતુ હવે યેદિયુરપ્પાની સરકારની ગઠન થશે તો આ યોજનાઓ ફરીથી ચાલુ કરવામાં આવશે.

અહીયાના ખેડૂતોએ પાણી વગર પણ મૌસમી, કેળા, કેરી અને અંજીર જેવી પેદાશો ઉપજાવવા માટે પ્રશંસાને પાત્ર કામ કર્યું છે. અમારા દ્વારા આ ખેડૂતો માટે પ્રધાનમંત્રી સંપદા યોજના બનાવી છે, હજારો કરોડો રૂપિયાની મદદથી તેઓને મદદ પહોચાડવાનું બીડું ઉપાડ્યું છે.

આ ભા`ભ્રષ્ટાચારીઓને કિલન ચીટ અપવાવાળા મુખ્યમંત્રીને ક્લીન સ્વીપ કરી દો.

હવે જે કોંગ્રેસ પાર્ટી હવે પોતાનો વેલફેર ઈચ્છતી નથી, તેઓનો ફેરવેલનો સમય આવી ગયો છે.

અહીયાના મુખ્યમંત્રી પોતાની સૂટકેસમાં કેરેક્ટર સર્ટિફિકેટ રેડી રાખતા હોય હોય છે. તેઓને કોઈ પણ મંત્રી પર આરોપ લાગે ત્યારે પોતાની સૂટકેસમાંથી સર્ટિફિકેટ કાઢીને આપી દેતા હોય છે.

કોંગ્રેસના નેતાઓના નામની આગળ-પાછળ ઘણા નામો લાગી જતા હોય છે, પરંતુ ચિત્રદુર્ગમાં પહેલીવાર સાંભળ્યું કે, એક મંત્રીના નામની આગળ ડીલ લાગ્યું છે. એટલે કે જ્યાં સુધી ડીલ થતી નથી ત્યાં સુધી તેઓ દિલથી કામ કરતા નથી. એટલા માટે કોંગ્રેસ દિલવાળી નહિ પણ ડીલવાળી પાર્ટી છે.

કોંગ્રેસની આ સરકાર તમારા પાણીના પૈસા પણ ખાઈ ગયા છે. આદિવાસીઓના હોસ્ટેલના બેડના પૈસા પણ ખઈ ગયા છે. ચાદર, તકિયા સુધીના પણ પૈસા તેઓ ખઈ ગયા છે. ક્યારેય એવું ના બને કે તેઓ તમારા ઘરોના બેડના પૈસા પણ ના ખાઈ જાય.